પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૯૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૪
૨૭૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



કર્યું. રુકિમણીદેવી પણ પતિની પાછળ પાછળ ગયાં. પ્રયાગ જઈને ગંગાયમુનાના પવિત્ર સંગમ સ્થળમાં ત્યાગ અને વૈરાગ્યની મૂર્તિ વિઠ્ઠલપંતે દેહનું વિસર્જન કર્યું. પતિપરાયણ રુકિમણીદેવીએ પણ તરતજ સ્વામીનું અનુગમન કર્યું. દેહનો જરા પણ મોહ રાખ્યા વગર સંગમના પવિત્ર જળમાં ઝંપલાવ્યું; જોતજોતામાં તેમનો પુણ્યાત્મા નાશવંત દેહને ત્યજીને ચાલ્યા ગયો.

રુકિમણીબાઈનાં ચારે સંતાને પિતાની વિદ્વત્તા અને ભક્તિને લીધે મહારાષ્ટ્રમાં પુષ્કળ પ્રસિદ્ધિ મેળવી.

રુકિમણીબાઇના પતિવ્રતાપણું તથા ભક્તિ ખરેખર પ્રશંસાને યોગ્ય છે.x[૧]


  1. x સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયદ્વારા પ્રકાશિત ‘શ્રી જ્ઞાનેશ્વરી ગીતા’માં આપેલા શ્રીજ્ઞાનેશ્વર મહારાજના જીવનચરિત્રમાંથી સારરૂપે ઉદ્ધત. —પ્રયોજક