આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
ઋતુ-ગીતો
 

ચડી આવ્યો છે. આંબા વેડાઈ ગયા છે. દુનિયા મલ્હાર રાગ ગાય છે. ચાતક; મોર ને દેડકાં કિલ્લોલ કરે છે. કોયલ સરવા સાદે ગાય છે. એ ઋતુમાં......]

શ્રાવણ

અળ મચે શ્રાવણ કીચ [૧]અહેલાં, બગાં પાવશ બેસિયે.
જળ વમળ [૨]રહેડુ નખે જળધર, પોહસ મંછે પેસીએ;

રખ દેખ ગ્યાની વડી રચના, શંખ ધાતે સંચરે,
જગ તેણુ ઉન્નડ રતે જીવો, સકજ સાંગણ સંભરે.

[શ્રાવણમાં પૃથ્વી પર વરસાદની એલી વરસે છે. તેથી કાદવ મચે છે. બગલાં પાણી પર બેસે છે. વરસાદ વિમળ જળની રેડીઓ (ઝડીઓ) નાખે છે...........આવી મહાન રચના દેખીને જ્ઞાની ઋષિ–મુનિઓ શંખ બજાવતા ચાલે છે. એ ઋતુમાં...]

ભાદરવો

પંચરૂપ ભાદ્રવ લાલ પીળા, સેત નીલં સામળા,
પંગળા મેટા લેવા પુરવણ, બણે બાદળ ચોહવળા;

સરવાણ ફૂટે નદે સરણે, નીર ઝરણે નીસરે,
જગ તેણ ઉન્નડ રતે જીવો, સકજ સાંગણ સંભરે.

(ભાદરવા માસ લાલ, પીળા, શ્વેત, લીલા અને શ્યામ એવા પાંચ રંગો ધારણ કરે છે......વાદળાં ચાર થરાં જાડાં બને છે. નદીઓની અંદર સરવાણીઓ ફૂટે છે. ઝરણામાં પાણી રેલે છે. એ ઋતુમાં...)

  1. ૧. એલી (અખંડ આઠ દિવસની વૃષ્ટિ).
  2. ૨. રેડી-ઝડી.