આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
ઋતુગીતો
 

ગાનના તાલ ઠમકાર ચાલે છે. એવા દિવસોમાં કેસરીઆ કાવા પિવડાવવા માટે હે અજુભાઈ ! તમે ઘેર આવો !

વધ વધ ખટ ૨ત વ્રણ્ણવાં,
અવધ કરે દન આજ,
સેલ [૧]તણી પર સરળકે,
રંગભીનો નથરાજ,

[આજના દિવસની અવધિ કરીને હું એક પછી એક છ ઋતુ વર્ણવું છું. આ વખતે મને રંગભીનો નથુભાઈ (અજુભાઈને પિતા) સ્હેલ કરાવે છે.

બાપૈયા સુખ બોલિયા,
પિયુ ! પિયુ ! પરવેશ,
અણ રત તું અજમાલરો,
સાંભરિયો અલણેશ.

[બપૈયા મુખથી પિયુ ! પિયુ ! બોલ્યા. એવી ઋતુમાં અજુભાઈનો પુત્ર આલોભાઈ યાદ આવ્યો.]

આષાઢ

ગરદે માર ઝીંગોરિયા.
મ્હેલ થરક્કે માઢ;
[૨]વરખારી રત [૩]વ્રણ્ણવાં
આયો ઘઘૂંબ અષાઢ.


  1. ૧. તેની ઉપર.
  2. ૨. વર્ષાની.
  3. ૩. વર્ણવું.