આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૫૭
 


[ગિરિ પર મોરલા ઝીંગોર્યાં. મહેલ ને મેડી થડકારા (પડછંદા) દેવા લાગ્યા. હું વર્ષાની ઋતુ વર્ણવું છું. ઘઘુંબીને અષાઢ આવ્યો.]

:છંદ-દોમળિયાઃ

આષાઢ ઘઘૂંબીય લૂંબીય અમ્બર
વદ્દળ બેવળ ચોવળિયં,
મહોલાર [૧]મહેલીય[૨]લાડગેહેલીયં,
નીલ છલે ન ઝલે નળિયં;

[૩]અંદ્ર ગાજ અગાજ કરે ધર ઉપર
અંબ નયાં સર ઉભરિયાં,

અજમાલ નથુ તણુ કુંવર આલણ
સોય તણી રત સંભરિયા;

જીય ! સોય તણી રત સંભરિયા ,
મુને સોય તણી રતે સંભરિયા.

[આષાઢ ઘધુંબ્યો . આસમાન લુંબઝુંબ થઈ રહ્યું. વાદળાં બેથરાં ને ચારથરાં બંધાયાં. મહેલ મેડીઓ લાડ–ઘેલાં બન્યાં. નીર


  1. ૧. આ કાવ્યમાં ‘ઘધુંબીય’ ‘લુંબીચ’, ‘ગેહેલીય’ વગેરે શબ્દોને અંતે -‘ય’ આવે છે તે અક્ષર કેવળ અનુપ્રાસ આણવા માટે જ લગાડાય છે, અર્થશૂન્ય છે.
  2. ૨. લાડઘેલી ચારણી સાહિત્યમાં ‘ઘ’ ને બદલે ‘ગ’ ને ઉપયોગ વિશિષ્ટ નાદ–વૈભવ નિપજાવવા માટે થાય છે : દૃષ્ટાંત
    પાછા પેસે ના, ગજ દંતૂશળ ગેલીઆ !
    [ હે (ઘેલીઆ) ઘેલાશા ! હાથીના દંતૂશળ પાછા ન પેસે.]
  3. ૩. ઇંદ્ર,