આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૬૧
 


[ ગીત—સપાખરું ]

ચોમાસું :

ચડ્યાં આષાઢી વાદળાં કાળાં દોવળાં અંબરે શોભે,
દૃશ્યું ઓતરાદી માથે ઉછંળ્યાં દરાર;
ઝીંગોર્યા મોરલા સાથે [૧]વાહરી મંડાણી ઝડી,
એકધારા મેઘરાજા મંડાણા અપાર. ૧.

૧. કાળાં આષાઢી વાદળાં બબ્બે થર બાંધીને આકાશમાં ઉત્તર દિશા ઉપર ઊછળ્યાં. મોરલા ગહેક્યા. વાવાઝોડાં મંડાયાં. મેઘરાજા એક ઘારે વરસવા લાગ્યા.

વ્રહ્મંડે ત્રુટિયા ઈન્દ્ર પડતાળા પાણીવાળા,[૨]
હાથી સેંઢવાળા કાળા મંડાણા હિલેાળ;
[૩]નગાંવાળા ધક્યા ગાળા, નદી નાળાં ફાડી નાખ્યાં,
અળાં માથે જળાં દળાં ફેલિયા અતોળ. ૨.

હદાવાળા ત્રાહે પાળા, સરિતા જોરમાં હાલે,
પાણીવાળા ખળકારા એક ધાર પાઢ;
લોઢરા ઘૂઘવા જાણે ગીતરા ઝકોળા લાગા,
સાગરા મંડપે હાલ્યા જાનરા સમાઢ. ૩.

ચોય દૃશ્યે ચાળ બાંધી મંડાણ ધરાકા શ્યામ,
અવની હરખી થાટ થાટે એક વાર;
[૪]રાખસી ઘાટરા લોઢ ગલોટાં મારવા લાગા,
લોટપોટાં થાવા લાગી બધા લારોલાર. ૪.


  1. ૧. વાહરી : વાયુની (રા, રી, ના, ની, નું–તરીકે વપરાય છે.)
  2. ૨. ‘વાળા' એ છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય આ કવિનાં કાવ્યોમાં છૂટથી વપરાય છે.
  3. ૩. નગાં વાળા : પહાડોના.
  4. ૪. રાક્ષસી.