આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
ઋતુ-ગીતો
 


૨. વ્યોમમાંથી પાણીભર્યા વાદળાં તૂટી પડ્યાં. જાણે લાંબી સુંઢવાળા કાળા હાથી સૂઢ હીંડોળવા લાગ્યા. પહાડોની ખીણો પાણીના ધોધથી ધકમક થવા લાગી. નદીનાળાંને પાણીનાં પૂરે ફાડી નાખ્યાં. પૃથ્વી પર અતુલ જળ-ફોજો ફેલાઈ ગઈ.

૩. પગપાળા ચાલનારા ત્રાસી જાય છે. નદીઓ જોરથી ચાલે છે. પાણીના ખળકા એક ધારે ધસ્યે જાય છે. મોજાંના ઘૂઘવાટ લગ્ન–ગીતના સૂર જેવા લાગે છે. જાણે કોઈ જાનની મેદની સમુદ્રને લગ્ન–મંડપે ચાલી જાય છે.

૪. ચારે બાજુ વૃષ્ટિ બાંધીને ધરણીનો ધણી મંડાયો છે. અને સ્થળે સ્થળે પૃથ્વી હરખાઈ રહી છે, રાક્ષસી ઘાટનાં મોજાં ગુલાટો મારીને સામસામાં અથડાઈ એક પછી એક ભાંગી ભુક્કા થાય છે.

વ્રળકે વીજળી વળી ભળકે ઘટામાં વેગે,
ઝળકે પ્રભાકે જાણી હરિવાળા [૧]જાગ;
પૂરિયાં ધનૂષાં મેઘ રાજા વાળાં લીલાં પીળાં,
આભરો માંડવો લાગો શોભાવા અથાગ. પ.

મંડાણા જળાંકા રાજા અળાંપે મ્રજાદ મેલી,
હડૂડવા લાગા મેઘ ધારીને હુલાસ;
પતાળ ત્રોડવા જાણી ધડાકા રોપિયા [૨]પાગા,
એવા થાવા લાગા મોટા કડાકા આકાશ. ૬.

ઘટા [૩]રીંછાવાળા ધેાળા પાડવાળા ટૂંક ઘેર્યા,
ભર્યા જળાંવાળા નવે ખંડા ભરપૂર


  1. ૧.જાગ તેડવા, એટલે લગ્નાદિ મંગલ પ્રસંગે દેવતાની પ્રતિષ્ઠા કરી અખંડ દીવા બાળવાની ક્રિયા.
  2. ૨. પગ
  3. ૩. વરસાદ વરસતી વેળા ધોળી, રૂના, પોલ જેવી જે વાદળીઓ ઊંચે તરતી હોય તેને રીંછડીઓ કહેવામાં આવે છે. ભારી વૃષ્ટિનાં એ ચિહ્‌ન છે.