આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૬૩
 


રિયણે લીલાણી ભાળી પશુ પંખી થિયાં રાજી,
નરાં માલધારી મોઢે વધ્યાં ઝાઝાં નૂર. ૭.

૫. ઘનઘટામાં વેગથી વીજળી ચમકે છે. જાણે હરિને ઘેર જાગ તેડ્યા હોય એવી પ્રભા આકાશે ઝળકે છે. મેઘરાજાના ધનુષ્યમાં લીલા પીળા રંગ પુરાયા છે. આભનો માંડવો અત્યંત શોભવા લાગ્યો છે.

૬. જળને રાજા મરજાદ મૂકીને પૃથ્વી પર મંડાય છે. મેધ ઉલ્લાસમાં આવીને હ ડૂ ડૂ ડૂ ગર્જના કરે છે. અને કેમ જાણે પાતાળ ફોડી નાખવા પોતે પગ પછાડતો હોય તેમ આકાશે મોટા કડાકા થવા લાગ્યા છે.

૭. ધોળી વાદળીઓની ઘટાઓએ પહાડનાં શિખર ઘેરી લીધાં. નવે ખંડને જળભરપૂર કરી મૂક્યાં. પૃથ્વીને લીલુડી બનેલી નિહાળીને પશુપક્ષી રાજી થયાં. માલધારીઓ (પશુધારીઓ)ને મુખે નૂર વંધ્યાં.

કિયાંથી વાદળાં મળ્યાં, વીજળી વળકી ક્યાંથી,
કિયાંથી ગ્રજ્જના વાગી આપરે કરાર;
ભાળી વ્રષા રતુમાંહીં એની કળા નેણાં ભરી,
એવી લીલા હરિ તણી ઘણી છે અપાર. ૮

શિયાળો

જદુનાથરા લગન આગે મોલાતું હીંડળી જાણે,
નોરતારી રમે નારી ગરબારી નાચ
 માતરા પૂજારી ટેક ધારી કે દશેરા માથે,
હેદળાં પલોટે ભારી હૈયામાં હુલાસ, ૯