આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
ઋતુ-ગીતો
 


ભૂખ ભાંગી રાંકવાળી, થિયા રાજી મોલ ભાળી,
દિવાળી પ્રભાળી ભાળી દિવાળી દેખાય;
[૧]કમ્પિયા કાહરા, ચત્રદશીવાળી રાત કાળી,
ભોગ દેવી [૨]દાણવારા કપાળી ભરાય. ૧૦

૮. આ વાદળાં ક્યાંથી મળ્યાં ? આ વીજળી ક્યાંથી ચમકી ? આ ગર્જના ક્યાંથી ? નયનો ભરી ભરીને વર્ષા ઋતુમાં મેં પ્રભુની કળા નિહાળી. પ્રભુની લીલા એવી અપાર છે.

૯. યદુનાથ કૃષ્ણનાં લગ્ન પૂર્વે કેમ જાણે મહેલાતો હીંડેાળતી હોય, તેમ નવરાત્રિમાં નારીઓ ગરબા મેલીને નૃત્ય રમે છે. દેવીઓના ટેકધારી પૂજારીઓ દશેરા પર ઉલ્લાસથી ઘોડાં પલટે છે.

૧૦. રંક લોકોની ભૂખ ભાંગી, અનાજનો પાક દેખીને સૌ રાજી થયા. દીવાઓની પ્રભાથી દિવાળી સોહે છે. ચતુર્દશીની કાળી રાત દેખીને કાયરો કમ્પી ઊઠ્યા છે. તે રાત્રિએ દેવીઓ અને દાનવોને કાપાલિક લોકો બલિદાન ધરે છે. [ આસો માસ ]

અનોધાં પ્રીસાણાં થાય આગળે હરિને ઓપે,
ભલા પકવાન [૩]મંદ્ર બન્યા ભાત ભાત;
મોટ છોટ મેદનીરા હિલેાળા આગળે મળે,
અન્નકોટ ધરાણા પ્રભુને અણી ભાત. ૧૧
 
ચમકારા ટાઢવાળા હેમાળા ભણીથી ચાલ્યા,
હવ્વડયા પશુપંખી માનવે હેથાટ;


  1. ૧. ચતુર્દશીની રાત્રિએ લોકો ભૂત–પિશાચને તેમ જ દેવીઓને આરાધી સ્મશાને મંત્રસાધના કરે છે.
  2. ૨. દાનવોના,
  3. ૩. મંદિર