આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માડીજાઈને આણાં


લીલી પીળી મેહૂડા! વાદળી
વારળી કિયો [૧]વણાવ.

ગાજ્જે [૨]ખવજે મેહૂડા ! મેડતે
વસજે બાવાજીરે દેશ.

ભરિયાં નાડા ને મેહૂડા ! નાડકી
ભરિયાં ભીમ તળાવ.

નાંળેરે વધાવો નાડાં નાડકી
મોતીડે વધાવો તળાવ.

બારે બળદે વીરડો હળ ખેડે
ભાભજડી એકલડી ભથવાર.

ભાતે જાતી ભાભજ એમ બોલી
થારી [૩]જામણજાઈને આણાં મેલ્ય !


  1. ૧. (બનાવ) જમાવટ
  2. ૨. વીજળી પડવી
  3. ૩, મા–જાઈ; પંજાબી શબ્દ 'અમ્મા-જાઇ'