આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
ઋતુગીતો
 

તૈં બાઝોં મેરે સાજના મેરા બિસરેઆ જાંદા
તેરે નેણ દી સૌંહ, જિયા !
 
સોને દી મેરી આરસી ચીરે વાલેઆ,
બિચ સીસા હૈ બજીર,

પા નનાને ઓંસિઁયા તેરા કદ ઘર આમદા
તેરે નૈણાં દી સૌંહ, વીર !

કત્તક તાઁ કત્તે નાજો કામની
મૈનુઁ ક્ત નિકડા સૂત

સિર ઝમક્કે સૂહી દામલી, ગલ મોતિયાં દી લડી
… … … …

એ વહાલા ! થાળીનો કાંઠો ફૂટી ગયો અને તને મૂછો ફૂટી રહી છે, તું બેઠો છતાં મને સાસુ ઘરમાં ગાળો દઈ રહી છે.

દેતી હોય દેવા તો દેજે હે મારી કોમલાંગી સ્ત્રી ! પિયરમાં જો તેં સુખ નિર્ગમ્યું છે તો સાસુ પાસે રહીને ભલે દુઃખ વેઠી લે.

આસો માસમાં જોષ જોવરાવું છું કે ક્યારે મારો પિયુ ઘેર આવે ! તારા વિના હે મારા સાજન મારો જીવ બેશુદ્ધ બની જાય છે.

×××

કાર્તિકમાં હું નાજૂક કામિની બારીક સૂતર કાંતી રહી છું. મારા શિર પર લાલ ચૂંદડી અને ગળામાં મોતીની માળા ઝલકે છે.

મગ્ધર લેફ રઁગામદી મૈનૂઁ
પોહ પિયા લૈજા !