આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧

 એવો નાદનૃત્યની મસ્તી જગવતો વર્ષા–રાસ રચનાર કવિ ન્હાનાલાલને, –એવા અનેક આધુનિકોને તો ઘણી ભાષાના સમાગમ, ઘણાં ઘણાં નવોર્મિ–મંથન, આત્મલક્ષી કવિત્વનાં અનેક પ્રેરણાં–ઝરણ ઈત્યાદિ સમૃદ્ધિઓ સાંપડેલ છે. એની જમાવટ પરલક્ષી કવિતાને ચીલે ચાલનાર અને કેવળ પોતીકી મૌલિક કલ્પનાશક્તિ પર જ જોર કરનાર ચારણોથી ન જ બને. તે છતાં આપણે કેમ વીસરી શકીએ કે

જેઠે જગજીવન ! સૂકે બન બન
ઘોર ગગન ઘન ચઢત ઘટા,
ભાવત નહિ ભોજન, જાત બરસ દન,
કરત ત્રિયા તન કામ કટા.
[પા. ૨૨]

અથવા તો

શ્રાવન જલ બરસે, સુંદર સરસે,
બદ્દ્લ ભરસે અંબરસે,
તરુવર ગિરિવરસેં, લતા લહરસેં
નદિયાં પરસે સાગરસેં;
દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં
લગત જહરસેં દુઃખકારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુલ આવો ગિરધારી!

એ કલકલનાદિની, પ્રવાહવંતી અને સંગેમરમરની પૂતળી સમી સુડોલ કવિતા. ચારણ કવિ શ્રી પીંગળશીભાઈની છે. કેમ વિસરીએ કે

રંગ ભાદ્રવ શ્યામ ઘટયા રંગ રાતોય
રંગ નીલમ્બર શ્વેત રજે;