આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
ઋતુ-ગીતો
[ એમની સોબત સોહામણી–સરસ લાગે છે, અને ફાગણ માસના (–વસંતનાં) ફૂલ ખીલી ઊઠ્યાં છે, (છતાં) કપટી ગિરધારી કાનજી ગોકુળમાં ન આવ્યા.
ફાગણ ફોરી ઊઠ્યો. હે સુરંગી શ્યામ ! આજ તો અંગ રંગેલ હોય તો જ ઓપે. હે નંદના જાયા ! છેક જ પ્રીતિ ન રહી ? આવો કોપ તે કંસ ઉપર જ કરાય. ભોળી ભામિનીઓ ટોળે વળીને તાનમાં હોળી રમે છે....]
ચૈત્ર
અબળા અરજી આખવે, ખૂબ રાધા મન ખંત;
નેણે ધારા નિરઝરે, ચૈતર લાગ્યો ચંત.
[ અબળા અરજી કરે છે. રાધાના મનમાં ખૂબ ખાંત છે, નયને અશ્રુધારા ઝરે છે. ચૈત્ર માસ એવો ચિત્તમાં લાગ્યો છે.
ચૈત્રમાં હે સ્વામી ! હે ગરુડ પર ચડનાર! હે અંતર્યામી ! આવો હે (ગોવર્ધન) પર્વતને ધરનારા ! કંસને મારનારા ! ધેનુ (ગાયો) ચારનારા ! હવે ધાજો. હે બળરામના બાળા (નાનેરા) ભાઈ! હે (મોરપિચ્છના) છોગાવાળા ! તમારા (શ્યામ) વર્ણ પર હું વારી જાઉં છું......]