આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
ઋતુ-ગીતો
 


ચૈત્ર

તરવર પંગરે જી કે થરવર ગેહરે;
ચતરંગ ચૈતરે જી કે રત્ત વસંતરે.

વસંત દન દન ફૂલ ફળ વન, કંત ! રત ચડતી કળા,
બળવંત પાટ વસંત બેઠો, [૧]મધુ ગૃંજત શામળા;
મહેકંત ચંપ ગુલાખ મોગર, વેલ છાબ વળામણા,
આખંત રાધા, નેહ બાધા, વ્રજ્જ માધા આવણાં!
જીય વ્રજ્જ માધા આવણાં!

[ તરુવરો પાંગરે (કોળે) છે. વન ઘાટાં થાય છે. ચતુરંગી ચૈત્ર માસમાં વસંતની ઋતુ આવે છે.

વસંતને દિને દિને વનમાં ફૂલો અને ફળો થકી ઋતુની ચડતી કળા થાય છે. એ બળવંત (ઋતુરાજ) વસંત (પ્રકૃતિના) સિંહાસને બેઠો છે. શ્યામરંગી મધુકરો (ભમરા) ગૂંજે છે. ચંપો, ગુલાબ અને મોગરો મહેકે છે. હે વેલડીઓની છાબો વળાવનારા! રાધા કહે છે... કે આવો!]

વૈશાખ

વા વૈસાખરા જી કે અંગ [૨] લગ આકરા;
ચંદન ચોસરા જી કે લેપન કેસરા.

[૩]કેસરાં લેપન આડ્ય કીજે, સરસ ચંદન ચોસરાં,

કમકમાં મંજ્જ રાજકંવરી, બ્હેક ફૂલ ગુલાબરાં,

  1. ‘મધુપ’ હોવું જોઇએ. ‘મધુ’ એટલે તો ‘મધ’ જ થાય છે.
  2. લાગે છે.
  3. કેસર ગરમ હોવાથી કેવળ સુગંધ તેમ જ શોભા ખાતર એની ‘આડ્ય’ જ કપાળે થાય છે.