આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
ઋતુ-ગીતો
 

કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !
જી ! ગોકુલ આવો ગિરધારી !

[ હું કાર્તિક માસ વર્ણવું છું. ત્રિયા (સ્ત્રી) ઉત્સવમાં મદમસ્ત છે,

દીપકો પ્રગટાવે છે, રંગે રાતીચોળ બની છે. મંદિર ને મહેલાતો બધાં સોહાય છે. પણ હું ડરી ડરીને ચમકું છું, વિરહે સળગું છું. નિદ્રા નથી આવતી. હે મુરારિ ! આ બધું લખ્યું જતું નથી.]

માગશર

મગશર શુભ માસં, ધર્મ પ્રકાશં,
હિયે હુલાસં જનવાસં,
સુંદર સહવાસ, સ્વામી પાસં,
વિવિધ વિલાસં રનવાસં;
અન નહિ અપવાસં, વૃતિ અકાસં,
નહિ વિસવાસં મોરારી !
કહે રાધે પ્યારી, મેં બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !

[ માગશર શુભ માસ છે. એમાં ધર્મ પ્રગટ થાય છે. લોકોને હૈયે

ઉલ્લાસ છે. રાણીવાસમાં સ્વામી અને સ્ત્રીઓના સુંદર સહવાસ થકી વિધવિધ વિલાસ થાય છે. માત્ર મને જ અન્ન ભાવતું નથી. ઉપવાસ થાય છે. આકાશી વૃત્તિ રાખીને બેઠી છું. હે મુરારિ ! તમારા પર વિશ્વાસ નથી.]

પોષ

પોષેં પછતાઈ, શિશિર સુહાઈ !
થંડ લગાઈ સરસાઈ,