આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
ઋતુ-ગીતો
 


કાર્તિક કૈલાસ સરીખો ઠંડો હોય છે. જગતની જાતિ મદમસ્ત બની જાય છે. પુરુષ અને નારીઓ સ્નાન પૂજા કરે છે, અને ઠેઠ જમનાજી સુધી ધર્મ કરવા જાય છે. હીંગળાજ દેવીના ચરણનું ધ્યાન, ધરીને આ મહિનામાં અધમ આત્માઓ પણ ઉદ્ધાર પામે છે, એ વખતે મને વીસળ સાંભરે છે.]

માગશર

'વેઢ કડાં નંગ વીંટીઉં,
ડોળ પતસ્સા, ડીલ;
મગશરરા રંગ માણવા,
જગ આવો [૧]જાસીલ !

મગશરં મદભર, શાક [૨]મદવો પીએ [૩]જામં લખપતિ
હીલોળ જાડા ભાઈ હેંથટ, [૪]પાત્રજાદાં પ્રાપતિ;
[૫]કસ જીણ [૬]તરીયાં, [૭]ભડાં [૮]કંગલ, દાહ રાખણ મન ડરે;
જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.

[આ માગસર માસ આવ્યો. રાજા-બાદશાહો અંગ પર વેઢ, કડાં, વીંટીઓ વગેરે અલંકારોનો આડંબર કરે છે. હે યશનામી વીસળ ! આ માગસરના આવા ઢંગ માણવા માટે તમે ય જગત પર આવો.

લક્ષપતિ રાજાઓ આ માગસર મહિને દારૂની પ્યાલીઓ પીએ છે. ભાઈબંધોનું જૂથ મળીને હિલોળા કરે છે. જાચક લોકોને ધનની


  1. ૧. જશવાળા,
  2. ૨. દારૂ,
  3. ૩.જામ: પ્યાલી શબ્દમાં અનુસ્વાર ઉમેરવાની છુટ માત્રામેળને માટે જ ચારણો ભોગવે છે.
  4. ૪. જાચકો (ચારણો, બારોટો, મીરો વગેરે).
  5. પ. કસે છે.
  6. ૬. સંસ્કૃત ‘તુરિ’ પરથી ‘તરિ’ બહુવચન તરિયાં છે.
  7. ૭. ભડ (શૂરવીર) લોકો.
  8. ૮, બખ્તર.