આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
ઋતુ-ગીતો
 


માહ

લખ પરણે ચોખાં લગન,
થિયે અણંદ ઉછાહ;
ગહેકે [૧]સોળ ગાવિયે,
મા મહિને વીમાહ.

વીમાહ થે, બળરાહ વાળા, ગહક સોળા ગાવીયં,
શરણાઈ નોબત ઢોલ સરવા, સદ્યણ ઘરતાં સેવીયં;
[૨]હોમંત જવ તલ કંકણ હાથે, કવેસર ગાહન કરે,
જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.

[લાખો નરનારીઓ ચોખાં લગ્ન લઈ લઈને પરણે છે. આનંદ ને ઉત્સાહ વ્યાપી રહ્યો છે. લગ્નનાં મંગળગીતો ગાજી રહ્યાં છે. એ રીતે માહ મહિને વિવાહ થાય છે. એવા વિવાહ બલિ રાજાની વિધિ મુજબ ચાલી રહ્યા છે. લગ્નગીતો ગવાઈ રહ્યાં છે. શરણાઈ નોબત, ઢોલ વગેરે વાજિંત્રો સરવા સૂરે બજી રહ્યાં છે. લગ્નની વેદી પર કંકણવાળા હાથ વડે માતાઓ જવ તલ હોમે છે. કવિએ (ઢાઢી અને મીર લોકા) મંગળ ગાયનો ગાય છે. એ કાળે મને મારો સ્નેહી સાંભરે છે.]

ફાગણ

ભર ફાગણ બણકે ભમર,
ઓપત ભાર અઢાર;
સોળસેં વચ્ચે સામરો
રંગ છે ખેલે કરતાર.


  1. ચારણ જ્ઞાતિમાં ગવાતાં લગ્ન-ગીતને ‘સોળા’ કહે છે.
  2. લગ્નમાં સપ્તપદી નામનો એક વિધિ થાય છે તે કરતી વખતે અગ્નિમાં યજ્ઞનિમિત્તે ચાર વાર જવ અને તલની આહુતિ અપાય છે.