આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
ઋતુ-ગીતો
 

[૧]નખત્રેત ભરણી વડા નખતર [૨]ધૂપ રોહણ તપ ધરે,
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે.

[પાણી હઠી ગયાં. લોકો પાણી પાવાની પરબો બાંધે છે. આંખોનાં નૂર પણ ઓછાં થાય છે. વનવેલડીઓ નવેસર કોળે છે. ચૈત્ર માસ છેક સંકોડાયેલો જાય છે.

એવે ચૈત્ર મહિને અવિચળ આકાશ શોભા ધરે છે. વિજયા (ભાંગ) અને અમલ (કસૂંબા) વધુ ઘાટાં ઘુંટાય છે. શિવના શિર ઉપર જળધારી ચડે છે. ભરણી નામનું મોટું નક્ષત્ર તપે છે. રોહિણી નક્ષત્રનાં દનૈયાં તપે છે. એ વખતે મને વીસળ સાંભરે છે.]

વૈશાખ

રોહણ, જાંબુ, રાવળાં,
ધજ ખાંડું, ગળ ધ્રાખ
પેટીરી, મશરી પડે,
શાખ ગળે , વશાખ.'

વૈશાખ મહિને વાહ વાયા, અંબા આયા અધ્ઘળા,
લેલુંબ દાડમ તસા લીંબુ, પાન વાડી પ્રદઘળા;


  1. હમેશાં જો ભરણી નક્ષત્ર તપે તો જ ચોમાસું સારું થાય, ને જો એ વરસે તે વરસને બગાડે. લોકોક્તિ એવી છે કે “જો વરસે ભરણી તો નાર મેલે પરણી” અર્થાત ભરણી નક્ષત્ર વરસે તો એવો દુષ્કાળ પડે કે ભૂખમરાને લીધે પુરુષ પોતાની પરણેતર સ્ત્રીને પણ ત્યજી દે.
  2. ચૈત્ર મહિનાના બીજ પખવાડિયાના સાત આઠ દિવસ સખ્ત તાપ પડે તો જ વરસાદ સારો નીવડે. એને ‘દુનિયા તપે’ કહેવાય છે.