આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૪૫
 


[આસો અને કાર્તિક માસની શરદ ઋતુ પૃથ્વી પર મંડાઈ; નવલા ઠાઠમાઠ થયા; માટે હે અધિપતિ હિમ્મતસંગ ! તારા ચૌહાણ વંશનો કિતાબ સાંભળવા તું પાછો આવ !

પૃથ્વી પર શરદ આવી; પૂર્ણિમાનો ચંદ્ર ઉજ્જવળ લાગે છે. જળની અંદર મુક્તા (છીપનું મોતી) ઝળહળાટ કરે છે. સુકોમળ કમળો ખીલે છે. આકાશ નિર્મળ છે. આખી પૃથ્વીનું ચિત્ર ધવલ લાગે છે. બળિયા લોકો ઘોડાને સજે છે. પૃથ્વીના પટ પર દીવા ઝળહળે છે. માટે ઓ રઢાળા હિમ્મતસંગ ! આવી ઋતુમાં તું ધરણી પર પાછો વળ, હે માતરના ધણી! ]

હેમન્ત

[૧]અગહન પોષ ઉલટ્ટિયા, હદ શીતળ હેમન્ત;
સુરતા કર મહેલાં સરે, કુળવંતીરા કંત!

અગહન વ્રતંગં, શીત અંગં, હેમ દંગં હલ્લ હી,
તરણી અતંગં, તરણ તંગં, સેજ રંગં બરસહી;


  1. ૧. માગશર માસ પ્રાચીન સમયમાં ‘અગ્રહાયન’ કહેવાતા તે સંબંધેનું સ્પષ્ટીકરણ લોકમાન્ય ટિળક પોતના ‘ગીતા રહસ્ય’માં, मासानां मार्गशीर्षोऽहं પદ સમજાવતાં આ રીતે કરે છે:

    “મહિનાઓમાં માર્ગશીર્ષને પહેલું સ્થાન આપ્યું છે તે તે વખતે બાર માસની ગણના કરતાં મૃગશીર્ષને પહેલો ગણવાનો વહીવટ હતો તેથી છે...... મૃગશીર્ષ નક્ષત્રનું આગ્રહાયણી અથવા વર્ષના આરંભનું નક્ષત્ર એવું નામ છે. મૃગાદિ નક્ષત્રગણના જ્યારે પ્રચારમાં હતી ત્યારે મૃગ નક્ષત્રને પહેલું અગ્રસ્થાન મળ્યું, ને તે પછી માર્ગશીષ માસને અગ્રસ્થાન મળ્યું હશે. ઈત્યાદિ વિચાર અમે અમારા ‘ઓરાયન’ ગ્રંથમાં કરેલો. છે તે જુઓ.”