આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સકજ સાંગણ સંભરે

[આ મરસિયામાં ભાષાની વિશેષ જૂનવટભરી વાણી છે. આમાં ડિંગળી ભાષા સિવાયની બીજી કશી છાંટ નહી દેખાય. તેમ જ એમાં શબ્દાડંબર આણવાનો ખાસ પ્રયત્ન પણ નથી. ગઢવી વીભા નેણા મેહડુએ પાળિયાદ ગામના કોઈ મૂએલા કાઠી દરબારના સ્મરણમાં સંવત ૧૭૯૬માં રચેલા છે. મને એ ગઢવીશ્રી ઠારણભાઈ મધુભાઈ વળાવાળા [મૂળ પાટણાવાળા]ના ચોપડામાંથી પ્રાપ્ત થયા છે. આમાં કવિ માહ માસથી ઉપાડે છે.]

(છંદ સારસી)

માહ

માહ મહિને લગન પ્રઠજેં, મઁગળ ગાવે મેહળM,
જણ મળે [૧]પરજણ તણી જીમણ, [૨]બણે બ્રેહળે બ્રહળં;
ગડ ઢોલ ગામોગામ ગહમહ, કોડ વીવા જગ કરે,
જિગ તેણ ઉન્નડ રતેં જીવો સકજ સાંગણ સંભરે.

(માહ મહિને લગ્ન મોકલાય છે. મંગળગીતો ગાય છે. ત્રણે પરજના કાઠી લોકો જમણમાં મળે છે. ગામડે ગામડે ઢોલ ધડૂસે છે. દુનિયા હોંશે હોંશે વિવાહ કરે છે. તે ઋતુમાં મને જગત પર ઉન્નડ, જીવો તથા સાંગણ; ત્રણ સુકૃત કરનાર પુરુષો સાંભરે છે.)


  1. ૧. પરજ (કાઠીઓનાં ત્રણ કુળ: ખાચર, ખુમાણ ને વાળા)
  2. ૨. બને.