આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. ચંદ્રશંકર પંડ્યા
૮૫
 


અને આ ઉપરાંત શ્રી. ચંદ્રશંકરમાં કેટલાક વિશિષ્ટ અને પ્રશસ્ય ગુણો છે. ચંદ્રશંકર એટલે ઉભરાતો આનંદ અને મર્માળું હાસ્ય, પછી ભલે તેઓ સ્વજનોના સમુદાયમાં હોય કે મિત્રમંડળમાં હેય. કુટુંબમાં શોક હોય કે પ્રકૃતિ અસ્વસ્થ હોય. તો પણ તેમના મુખ ઉપર ભાગ્યેજ અપ્રસન્નતા કે ખિન્નતા હેય. આવા સ્વભાવને લીધે જ તેઓ વર્ષો થયાં દમનો પણ સામનો કરી શકે છે. વિશેષમાં તેઓ એક સંભાષણ–પટુ પુરુષ (conversationalist) છે. તેમની વાતચિતમાં કુનેહ, કુશળતા, માર્મિક હાસ્ય અને રસિકતા ઉભરાતી હોય છે. તેમની સાથે બે ઘડી વાતચિત કરવી એટલે આનંદમાં સંક્રાંત થવું, ને રસલ્હાણ લૂંટવી. તેઓ એક સુંદર પત્ર–લેખક (letter–writer) પણ છે. ‘મોતીના દાણા જેવા અક્ષરે’ અને કલાયુક્ત રીતે લખેલો તેમનો પત્ર ખૂબ ભાવવાહી નિવડે છે. આપણા ગુજરાતમાં આમ સુંદર અક્ષરથી, કલાયુક્ત, મુદ્દાસર તથા મધુર રીતે પત્રલેખન કરનારા વિરલ પુરુષોમાં શ્રી. ચંદ્રશંકરનું સ્થાન બેશક બહુ ઊંચું ગણી શકાય. તેઓ સાક્ષરમંડળમાં ભલે ‘ઉદ્‌બાહુ વામન’ લાગતા હોય, પણ યુવાનોના સંઘમાં તો તેઓ વિશાળ વટરાજ સમા શોભે છે. નડિઆદની સાચી નાગરી સંસ્કારિતા અને વિદ્વત્તાના તેઓ એકના એક બહુમાન્ય પ્રતિનિધિ હોય તેમ નડિઆદની નાગર કોમ પણ તેમના જેવાને લીધે વધુ વિખ્યાત બને છે. આવા અગ્રગણ્ય નડિઆદી, પ્રતિષ્ઠિત નાગર ને સ્નેહાર્દ્ર નાગરિકને કોણ વખાણે ?

‘સ્નેહ અને સેવા’ (Love and Serve) એ તેમનો મુખ્ય મુદ્રાલેખ છે. તેઓ કહે છે:–“હું નથી એવો સ્વાર્થી કે તમને એમ કહું કે ‘મ્હને ચાહો;’ એ તો તમારી મુનસફીનો