આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી ચંદ્રશંકર પંડ્યા
૯૧
 


સર લલ્લુભાઈ આશારામ શાહનું જીવનચરિત્ર લખવા તેમના બંધુ શ્રી. મૂળચંદભાઇને ત્યાં તેઓ મ્હેમાન તરીકે રોકાયા, પણ ત્હોયે તે હેતુ બર ન આવી શક્યો. તબિઅત જોઈને જ તેમણે આ કાર્ય માથે લીધાં હોત, અથવા તો પ્રથમથી જ તે વિશે સ્પષ્ટ ઈનકાર કર્યો હોત તે તેઓ આપણા વધુ માનપાત્ર બનત. સત્યાગ્રહસમયે તેઓ મુંબઈના સરમુખત્યારોનાં રેખાચિત્રો ‘વીસમી સદી’ કે ‘બે ઘડી મોજ’માં પ્રસિદ્ધ કરવા લાગ્યા, ને તેમાં જનતાને અતિશયોક્તિ થતી લાગી. આવું એક રેખાચિત્ર ‘વીસમી સદી’માં તાજુંજ પ્રસિદ્ધ થયું હતું. અમદાવાદ, સાંકડી શેરીમાં આવેલી સાર્વજનિક લાયબ્રેરીમાં પ્રાતઃકાળે હું છાપું વાંચતો બેઠો હતો. એક ભાઈ તે સમયે આ રેખાચિત્ર વાંચતાં વાંચતાં પાસે થઈને જ પસાર થતા એક લારીવાળાને જોઈને, અન્ય વાચકને કહેવા લાગ્યા: “અરે, ચંદ્રશંકર તો આવતી કાલે આ લારીવાળાનું ય રેખાચિત્ર આપશે !” તેમના વિષેના લોકમતનો આ એક નમુનો છે; મારો અંગત અભિપ્રાય બાજુએ રહ્યો.

અને તેમની શૈલીમાં અતિશયોક્તિ ઉપરાંત અસ્મિતા પણ વધતી જ જાય છે. તેમની ભાષામાં અનુપ્રાસ માટે ઉભરાતો શોખ ઘણી વખત મધુરતા અને મનોહરતા સાધે છે, તો ક્વચિત્‌ તે પંડિતાઈ, કૃત્રિમતા કે કઠોરતાનો ભેગા થઇ પડે છે. ‘સરસ્વતીચંદ્ર–સ્વાધ્યાય–સત્ર,’ ‘પુરાણ–પારાયણ–પ્રારંભ,’ ‘પુષ્ટિમાર્ગીય પુસ્તકાલય–પ્રદર્શન’ પતાવીને, ઇત્યાદિ તેનાં સારાં ખોટાં ઉદાહરણો છે. સ્વાભાવિકતા ને સરલતાના ભોગે માધુર્ય સાધવાની આ મનોવૃત્તિ કેટલે અંશે પ્રશસ્ય હોઈ શકે ?

ગાંધીજીને ય તેમની ત્રુટિઓ માટે પડકાર દેનાર, ને તેમના ગુણોને પૂજ્યભાવ કે મર્માળા હાસ્ય વડે અલૌકિક ને