આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય પરિષદ
૯૭
 


ટોપીઓ ને ટોપાઓ સૌ અહીં સાહિત્યપરિષદના નામે–તેનાથી અનેકગણી સત્તા ધરાવતી સામ્રાજ્ઞી સરસ્વતીને નામે–ટોળે મળે છે, તેઓ અહીં પૂજાના પ્રકારની અને અર્ધ્યનાં લક્ષણોની ચર્ચા કરે છે. પરિષદની ઉપાસનાના ઓઠા હેઠળ કોઈ અહંભાવ દાખવે છે, તો કોઈ આત્મગૌરવને ભજે છે, અને અન્યને અવગણે છે, પાડે છે, પછાડે છે. પૂજાની ચર્ચા કરતાં કરતાં વાદવિવાદ થાય છે, ને તે સાઠમારીનું સ્વરૂપ લે છે. પણ તેના ભક્તો અહિંસાવાદી ગુજરાતના કીર્તિસ્તંભો હોવાથી પાઘડીઓ ને ફેંટાઓ ઉછળતા થોભી જાય છે; ટોપીઓ ને ટોપાઓ અન્યોન્ય અથડાતાં અટકી જાય છે; અને લાકડીઓ ને ઉપાનો પણ અહિંસક રહે છે. આશાભર્યા અનેક તરુણો આ તીર્થધામમાં શ્રદ્ધાભર હૃદયે ઊમટે છે, અને આવાં સંકુચિત દૃશ્યો ને કલહો જોઈ કંપી ઊઠે છે. લઢનારા લઢે છે, ને શોક આ તરુણોને થાય છે; લાજ પરિપદની ઘટે છે, ને લોક તેને નિદે છે. કોનો વાંક ? ઊગતી જુવાનીનો ? કે અન્ય કોઈનો ?

આ દેવીની પ્રત્યે ભક્તિની ભરતી માત્ર બે ચાર વર્ષે જ આવે છે. ચાર દિવસ તે ચૈતન્ય દાખવતી, શાસન કરતી, પ્રેરણા અર્પતી જનસમુદાય ઉપર સત્તા ચલાવે છે. વર્ષના બાકીના દિવસોમાં તે અનહદ આરામ માણે છે; ને ચાર દિવસના કાર્યથી ચઢેલો થાક જાણે ઉતારે છે ! સાહિત્યપરિષદનું આ મંદિર જ એવા ગ્રહયોગમાં બંધાયું છે કે આજે ૨૫–૩૦ વર્ષ થયાં, ત્હોયે તેને નિત્ય નિત્ય તેના મંદિરે જનારા ઉપાસકો નથી મળતા, અને ભક્તજનો પ્રતિદિન તેનાં દર્શન માટે ટોળે નથી મળતા. તેના ૩–૪ તહેવારો બે ચાર વર્ષે આવે છે, અને ત્યારે તે મહિમાવંતી બને છે. વર્ષનો સરેરાસ લગભગ એક