આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય પરિષદ
૯૯
 


વર્ષોજૂની અને વરેણ્ય વર્ચસનો દાવો દાખવતી એ પરિષદ આજે આપણે કેટલાં માનની ને પ્રશંસાની અધિકારિણી છે ? દ્વિજની જેમ તે બબ્બે જન્મો ધરાવતી થઈ: સાહિત્યપરિષદ, અને સાહિત્યપરિષદ સંમેલન રૂપે. ત્હોયે તેનામાં ન આવ્યું દ્વિજત્વ; ન લાધ્યા તેને દ્વિજના સંસ્કાર કે ન મળી દ્વિજની પ્રેરક પાંખો. કેટલાકને મન તો તે હાડપિંજર સમી, વર્ષોથી હડધૂત થતી જ હસ્તી ધરાવે છે. ગરીબ બિચારી એ સાહિત્યપરિષદ !

પરિષદના સૂત્રધારો, સલાહકારો ને સહાયકો સ્વભાવિક જ સવાલ પૂછે છે કે પરિષદે શું કર્યું નથી, ને શું કરવું જોઈએ ? હવામાં સૂર સંભળાય છે કે પરિષદે કરવા જેવું કાંઇ જ કર્યું નથી, ને જે કર્યું છે તે મહામૂલ્યવંતું નથી. સૂક્ષ્મ ને સર્વગ્રાહી વિચાર કરતાં તેની ઘોર કર્તવ્યક્ષતિ કેટલાયને આજે દીવા જેવી સ્પષ્ટ જણાય છે.

ત્યારે શું પરિષદની આ કર્તવ્યક્ષતિની ફરિયાદો રજૂ કરવી ? ત્રીસ ત્રીસ વર્ષો સુધી તેણે પોતાની યશોગાથાઓ ગાયા કરી, છતાં તેનાથી ન અપાયો એક શબ્દકોષ કે જ્ઞાનકોષ, કે ન થઈ શક્યો જોડણીનો આખરી ઉકેલ. એકલે હાથે વીર નર્મદે કોષ રચ્યો, ને ‘ગરવી ગુજરાત’ ને અર્પણ કર્યો. કેવી નિઃસ્વાર્થ ને મૂલ્યવાન સેવા ! વર્ષો વિત્યાં; વ્યક્તિઓ, પ્રકાશકો, વર્નાક્યુલર સોસાયટી ને ગુજરાત વિદ્યાપીઠ સમી સંસ્થાઓ યથાશક્તિ નવા કોષ તૈયાર કરે છે, ને જોડાણની એકતા સાધવા મથે છે, ત્યારે સાહિત્યપરિષદની અસ્મિતા શું આમ વંધ્યા જ રહી ? પૂનાના વિદ્વાન કેતકરે ગુજરાતી જ્ઞાનકોષ આપવાના અભિલાષ દાખવ્યા, ને તે માટે આ મહારાષ્ટ્રીય કોષકારે ગુજરાતના