આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
સાહિત્યને ઓવારેથી
 


ન દાખવી શકે; કારણ કે તે પોતે પણ રાષ્ટ્રનો, પ્રજાનો, માનવતાનો એક અંશ છે. વાસ્તવિક જગતના નિરીક્ષણ ને અનુભવમાંથી તેને સાચી દ્રષ્ટિ લાધે છે, ને સ્વકર્તવ્ય પ્રાપ્ત થાય છે. તો રાજકારણમાં રસ લઈ જેલ ભોગવનાર સાહિત્યસેવકોને સાહિત્યસંસ્થાઓએ જેલની વિદાય વખતે ને જેલમાંથી મુક્તિના પ્રસંગે અભિનંદન અર્પવાં જોઈએ, ને માનપત્રો દેવાં જોઈએ કે કેમ ? સાહિત્યપરિષદનું કર્તવ્ય જ્યાં જ્યાં તે સાહિત્ય વર્ચસ્‌ દેખે ત્યાં દોડી જઈ તેને પારખવાનું ને સન્માનવાનું છે, અને તેમ કરતાં પણ તેણે માનવતા–મિશ્રિત શુદ્ધ સાહિત્યદ્રષ્ટિ જ સેવવાની છે. આ દ્રષ્ટિ ઇતર પ્રશ્નોના રંગથી કે અન્ય વિચારણાના પાશથી વિકૃત થવી ન જોઇએ. રાષ્ટ્રભાવના ને સાહિત્યભાવના વચ્ચેનો વિશુદ્ધ સંબંધ જો સ્કુટ ને સુસ્થાપિત થાય તો સહકારીઓ ને અસહકારીઓ, સરકારી નોકરો ને પ્રજાસેવકો: સૌ સાહિત્યપ્રદેશમાં સાચા હૃદયથી કાર્ય કરવા સહકાર સાધે. આજે તો આપણી સાહિત્યસંસ્થાઓ ને સાહિત્ય પરિષદ પણ અંગત બાબતો ધ્યાનમાં લેતી થઈ ગઈ છે; અને વ્યકિતનાં વિત્ત, વર્ચસ્‌ કે વૈભવથી અંજાઈ તેને સન્માને છે, ને તેની ખુશામત કરે છે. આના વ્યક્તિગત ઉલ્લેખો આજે અસ્થાને છે. સાહિત્યપરિષદ સાહિત્યવીરને જ, સાહિત્યસેવકનાં જ વર્ચસ્‌ને સ્વીકારે, ને તેમ કરવામાં અન્ય દ્રષ્ટિબિંદુઓ ને ગણતરીઓ બાજુએ રાખે, તો જ સાચી પ્રગતિ થાય. આગામી સંમેલનના સમર્થ પ્રમુખ આ દિશામાં સાચું માર્ગદર્શન કરાવે એમ સહુ કોઈ ઈચ્છે છે.

૧૨ અંતમાં, રાષ્ટ્રીય જાગૃતિ પરત્વે ત્યાગ અને કુરબાનીથી સર્વ પ્રાંતોમાં અગ્રસ્થાન ભોગવનાર ગુજરાત સાહિત્યપ્રદેશમાં