આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય પરિષદ
૧૧૧
 


શાને પાછળ રહે ? ઈતિહાસની માહીતી, પુરાતત્ત્વનાં સંશોધન અને સ્થાનિક લોકજીવન, સ્થાનિક પુસ્તક પ્રકાશનો ને સ્થાનિક સંયોગો ઇત્યાદિની સંપૂર્ણ વિગતો મેળવવા માટે દરેક તાલુકામાં નહિ તો છેવટે જીલ્લા દીઠ સાહિત્યનાં કેન્દ્રો સ્થાપવા જોઈએ. ત્યારે જ સાહિત્ય લોકજીવનમાં વધુ વ્યાપક ને સાધક થશે. પ્રાંતિક સમિતિની માફક કોઈ વ્યવસ્થિત યોજનાથી જો સાચું પ્રચારકાર્ય થાય, તો સાહિત્યને કેટલી યે ઇષ્ટ સિદ્ધિઓ સાંપડે. મુનિશ્રી જિનવિજયજી જણાવે છે કે ‘બંગપ્રદેશમાં બંગ પ્રજાની જાતીય સંસ્કૃતિનાં અન્વેષણ, સંશોધનાદિ કાર્ય કરનારી પ્રાંત વાર જ નહિ, પણ જીલ્લા વાર સંસ્થાઓ, સમિતિઓ ને પત્રિકાઓ અસ્તિત્વમાં આવતી જાય છે, ત્યારે આપણે ત્યાં માત્ર સમ ખાવા માટે પણ કોઈ સંસ્થા કે પત્રિકા વિદ્યમાન નથી !’ સાહિત્યની ભાવના વિકસાવવા માટે પ્રથમ તો સાહિત્યસેવકોમાં કાર્ય કરવાની તીવ્ર તમન્ના જોઈએ. સાહિત્યપરિષદનું પ્રમુખપદ એ આજે તો ચાર દિવસ માટેનું પ્રતિષ્ઠા અને ગૌરવનું સ્થાન બન્યું છે. આ પ્રથા જો પલટો પામે, અને પ્રમુખ જો સંપૂર્ણ કર્તવ્યપરાયણ બને, તો તેણે સમગ્ર ગુજરાત કાઠિયાવાડમાં પોતાની હકુમત દરમ્યિાન સાહિત્યનાં આંદોલનોને વેગ આપવો જોઈએ, ને ગુજરાતી વાઙ્‌મયને વિસ્તારવાના અને વ્યાપક કરવાના સર્વ શક્ય પ્રયત્નો કરવા જોઇએ. શ્રમ વિના સિદ્ધિ નથી; અને આ વીસમી સદીમાં જાહેર કાર્યમાં ય વસુ વિના વિજય નથી. તેથી પ્રથમ તો ભારે ભંડોળ એકઠું કરી, સાહિત્યપરિષદે તેના સેવકો મારફતે પોતાની સિદ્ધિઓ ને શક્યતાઓનો પ્રજામાં વ્યાપક પ્રચાર કરવો જોઈએ. તેના મુખપત્ર સમું કોઈ સામયિક નિયમિત પ્રગટ થાય ને સાચા