આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી મોતીભાઈ અમીન
૧૧૭
 


રહ્યાં છે. આપણા મોતીભાઈ સાહેબ પણ વસોના આવા એક અમીન કુટુંબના જ નબીરા છે.

શરમાળ ને શાંત, મૂગા અને મિતભાષી શ્રી. મોતીભાઈ અતિશય નિરાભિમાની હોઈને આ જમાનાના જાહેરખબરીઆ જશને હંમેશાં ધૂતકારે છે. આવા લેખો કે રેખાચિત્રો દ્વારા જાહેર કીર્તિ તેમને શોધતી ને પજવતી આવે તો તેમને જરાયે પસંદ નથી. તેમના ઘડતરના નિરૂપણ માટે અને તેમના જીવનના સીમાચિહ્‌ન સરખા મહત્ત્વના પ્રસંગોના જ્ઞાન માટે, તેમના સ્થૂલ અને સૂક્ષ્મ જીવનની કેટલીયે ઐતિહાસિક અને ઝીણવટભરી વિગતો સ્હેજે આવશ્યક છે. આ લેખકે આવી વિગતો મેળવવા આજ સુધીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રયત્નો અનેકવાર કર્યા છે. પણ એ દૃઢ સંકલ્પવાળા માનવીને જીતવાનું અશકય થઈ પડ્યું છે, ને તેથી કેટલીયે બારીક વિગતો અપ્રાપ્ય જ રહી છે. છતાં સદ્ભાગ્યે આ રેખાચિત્રમાં અમીન સાહેબ સાથેના મારા પ્રસંગો ને સંસ્મરણો આધારભૂત થાય તેમ છે. બે દાયકાથી તેમનું સેવાપરાયણ જીવન મારા જેવા સેંકડો યુવકો અવલોકતા આવ્યા છે; ને આવું અવલોકન પણ આ કાર્યમાં ભારે સહાયક બની આશ્વાસન દે છે.

હિંદુસ્થાનમાં ગાંધીજીના આગમન પછી અહિંસક વિચારો ને સેવાના આદર્શો ગુજરાતમાં પણ ઘર કરતા થયા છે. હજારો યુવકો ત્યારે પ્રેરણાને પ્રબોધિની મૂર્તિ સરખા મહાત્માજીને કાયાથી, મનથી ને વાણીથી વિચારતા ને તેથી મુગ્ધ થતા હતા. નાનકડા ચરોતરમાં પણ આ રાષ્ટ્રીયને સામાજિક જાગૃતિના પડઘા પડતા હતા. આવા જાગૃતિકાળની યે પહેલાં આપણા અમીન સાહેબનું હૃદય મર્યાદિત માર્ગે સેવાપરાયણ બન્યું હતું; ને તેથી જ