આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. મોતીભાઈ અમીન
૧૩૧
 


પરખનાર અને જનતાની જરૂરીઆતો પિછાણનાર આ કાર્યકર્તાની શક્તિઓ શું મર્યાદિત પ્રદેશમાં જ પૂરાઈ રહેશે ?

અને અમીન સાહેબને ય શું કહેવું ? નવોઢા જેટલી શરમ સેવતા તેઓ સાઠ સાઠ વર્ષે પણ–જીવનની સંધ્યાના સમયે પણ–સંકોચ અને શરમ તજતા નથી; અને પેટલાદના, ચરોતરના, કે વડોદરા રાજ્યના સીમાડા વટાવી સમગ્ર ગુજરાતની નજરે ચઢતા નથી. આટલી ઉંમરે હવે વતનવ્હાલની સાંકડી મર્યાદાઓને શિથિલ કરી સારા યે ગુજરાતને તેઓ તેમના અનુભવોનો અને જ્ઞાનનો લાભ શાને ન આપે ? કે પછી શ્રી. મોતીભાઈનું લાક્ષણિક માનસ જ આવી વિશાળ અને વ્યાપક સેવાઓને તથા જાહેર નેતાગીરીને અનુકૂળ નથી ? ગમે તેમ હોય, પણ આજ સુધી તેમણે જે કાંઈ સંગીનસેવા કરી છે, તેટલાથી યે તેઓ આપણું બહુમાનના અને પ્રશંસાના અધિકારી બને છે.

આ રીતે વિવિધ પ્રદેશમાં સેવાની જ્યોત જ્વલંત રાખવા છતાં શ્રી. મોતીભાઈ મુખ્યત્વે તો કેળવણીકાર જ છે, એમ આજે તેમના નિવૃત્તિકાળના જાહેર કાર્ય ઉપરથી જણાઈ આવે છે. 'શિક્ષણસંસ્થાઓ–ભાગ ૧લો.’ ની તેમણે લખેલી પ્રસ્તાવના પણ પુરવાર કરે છે કે કેળવણીનું કાર્ય તેમને અતિ પ્રિય છે. કેળવણ તે તેમનું હૃદય છે, પુસ્તકાલયપ્રવૃત્તિ તે તેમના સમગ્ર વ્યકિતત્વમાં વ્યાપી રહેલો પ્રાણ છે, અને ઈતર પ્રવૃત્તિઓ તે તેમની ત્વચા સમાન છે. આવા અનુભવી કેળવણીકાર અને સમર્થ ગ્રંથપાલ ‘સાહિત્યને ઓવારેથી’ નિરખનારની નજરમાં ન આવે તે બને જ કેમ ?

આ રીતે તેમણે દેવી માનસીની જ સેવા કરી છે. સરસ્વતી કાંઈ પ્રત્યક્ષ કે પ્રગટ આરાધનાથી જ પ્રસન્ન થાય છે તેમ નથી, પહેલાં કહ્યું છે તેમ શ્રી. મોતીભાઈ જેવા સરસ્વતીમંદિરનાં પગથીઆં