આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નરસૈયો: સાહિત્ય અને સંશોધનની નજરે

શોકથી વિખ્યાત બનેલા અને ઇ. સ. પૂ. ૩૧૯થી શરૂ થયેલા મૌર્ય વંશથી જ આપણને ભારતના તેમજ ગુજરાતના ઇતિહાસના મંદ પ્રકાશનાં સ્પષ્ટ દર્શન થાય છે. ત્યાર પહેલાંનો ઇતિહાસ દંતકથા, પુરાણ–વાર્તાઓ અને અજ્ઞાનરૂપી અંધકારથી જ ઢંકાયેલો છે. આવા ભારતીય ઇતિહાસનેય પડકાર દેતી પ્રાચીનતા ધરાવતું જૂનાગઢ વિવિધ નામે અને રૂપે સૈકાંઓ થયાં ગગનસ્પર્શી ગિરનારની ગોદ સેવતું આજે પણ હયાત છે, અને તેનું ઐતિહાસિક ગૌરવ અખંડિત સાચવી રહ્યું છે. આ જૂનાગઢની ઐતિહાસિક ભૂમિમાં સાધુઓ અને સંતો, કવિઓ અને વિદ્વાનો, રાજમંત્રીઓ અને મુત્સદ્દીઓ થઈ ગયા, આપણો નરસૈયો પણ ભક્ત કવિ તરીકે આજ સ્થાનને પાવન કરી અમરતા અર્પતો ગયો છે.

ગુજરાતનો છેલ્લો સ્વતંત્ર રાજા તે કરણઘેલો થઈ ગયો. ઇ. સ. ૧૩૦૪માં તેના પતન સાથે ગુજરાતમાં કૈં કૈં ઉથલપાથલો આવી. ત્યારથી આવા રાજકીય વિપર્યયોએ થોડાં સૈકાંઓ સુધી ગુજરાતના સામાજિક ને સાંસ્કારિક જીવનને કોઈ જૂદી જ વિચાર–સરણીએ આવરી લીધું. તેના સૈનિકવર્ગ સરખા રજપૂતોમાંયે પરાક્રમના ઓટ આવ્યા. ગુજરાત–કાઠિયાવાડ નાની નાની જ્ઞાતિઓ ને નાનાં નાનાં રાજ્યોથી અનેકધા વહેંચાઈ ગયું. રાજકીય સત્તા ને દુન્યવી જાહોજલાલીની મહત્ત્વાકાંક્ષાઓ રાજકીય વિપર્યય થતાં એાસરી ગઈ; અને વ્યક્તિગત સંપત્તિ તથા ભારતવર્ષની લાક્ષણિક આધ્યાત્મિક્તા એજ ગુજરાતવાસીઓના હૃદયમાં ઘર કરી બેઠી. તેથી કરીને ખેડુતો અને