આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરસૈયો: સાહિત્ય અને સંશોધનની નજરે
૧૪૭
 

હોય તો તે વધુ ચોક્કસ પુરાવો થઈ પડે. જૂનાગઢમાં ઉપરકોટના સં. ૧૫૦૭નાં મંડલિક વિષેના શિલાલેખમાં નરસિંહ મહેતાનો ઉલ્લેખ નથી–હોવા સંભવ નથી પણ–તેમાં સંસ્કૃતની વચ્ચે ભાષા પર અસંદિગ્ધ પુરાવો આપતી કેટલીક જૂની ગુજરાતીની ખંડિત પંક્તિઓ છે. વિશેષમાં, શ્રી. રેવાશંકર મેઘજી પુરોહિત દેલવાડાકરે ‘મુનશી વિરૂદ્ધ મહેતા’ના પુસ્તકમાં ઉનાની નજીક નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના સીમંતનો ચોક્કસ ઉલ્લેખ કરતો એક શિલાલેખ છે તેમ જણાવી તેની એક વાચનગમ્ય લીટી પણ ટાંકી બતાવી છે. સાહિત્યરસિક જનતાને અને વિદ્વાન વિવેચકોને ચોક્કસ પ્રતીતિ કરાવવા તેઓ જો આ શિલાલેખનો ફોટો જાહેરમાં રજુ કરે તો તેથી નરસિંહ મહેતાના કાળ-નિર્ણયમાં કેટલી સુગમતા થાય? તેઓશ્રી આ પ્રમાણે ફોટાનેજ જાહેરમાં મૂકી અનેક શંકાઓને નિર્મૂળ કરે તેમ મારી નમ્ર વિનંતિ છે.* [૧]આ ઉપરાંત જો કોઈ પ્રાચીન દસ્તાવેજ મળી આવે તો કાંઈ નહિ તો છેવટે ભાષાવિષયક પુરાવો તો સચોટ રીતે પ્રાપ્ત થાય. સં. ૧૪૫૯ નો શ્રી. કેશવરામ શાસ્ત્રીએ છપાવેલો દસ્તાવેજ મારા ધ્યાન બહાર તો નથી જ.

(૪) ઉર્દૂ સાહિત્ય અને મસ્જીદો, મકબરા વગેરે: ‘મિરાતે સિકંદરી’ કે ‘મિરાતે મુસ્તફાબાદ’માં નરસિંહ મહેતા વિષે કઈ પ્રમાણભૂત ઉલ્લેખ નથી મળી આવતો. પણ અન્ય કોઈ ઉર્દુ ગ્રંથોમાં કે મસ્જીદ, મકબરા વગેરેના શિલાલેખમાં જો


  1. *ઇ. સ. ૧૯૩૮ના નાતાલના તહેવારમાં ઉના જઈને પ્રસ્તુત શિલાલેખ જાતે જોતાં મને શ્રી. રેવાશંકર પુરોહિતનું આ કથન અસત્ય જણાયું છે, એમ દીલગીરી સાથે મારે જણાવવું પડે છે. –કર્તા (બીજી આવૃત્તિ)