આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
સાહિત્યને ઓવારેથી
 

દર્શનથી કવિને મનુષ્યકાયા ‘નગરી‘’, ‘તંબુરો’ કે ‘ખેતર’ જેવી, ‘કાશી’ કે ‘કુંજગલી’ જેવી લાગે છે. જીવ તેમને ‘હંસ’, ‘ભમરો’ કે ‘વેપારી વાણીઆ’ જેવો જણાય છે, અને મન તે ‘મૃગ’ કે ‘રાજા’ રૂપે દેખાય છે. તેમનાં પદોને પણ ધર્મ, નીતિ ને તત્ત્વજ્ઞાન જ વિષય પૂરો પાડે છે. કવિની આર્ષદ્રષ્ટિને જીવ–પરમાત્માની એકતા, સૃષ્ટિનું સર્જન અને અંત, સંસારના પતંગરંગ, દેહની નશ્વરતા અને સદ્‌ગુરુની મહત્તા સમજાય છે. આમ આત્મમંથન, ગુરુ–આદેશ અને પ્રભુપ્રસાદમાંથી તેમની ત્રિસ્રોતસ્‌ ભાગીરથી–ત્રણ પ્રવાહવાળી ગંગા–ઉદ્‌ભવે છે.

આ ત્રણ પ્રવાહ વિષે હવે જરા વિચાર કરીએ. છોટમનાં કેટલાંક પદો તો આત્માને–જીવન–ઉદ્દેશીને પહેલા પુરૂષમાં જ આત્મોદ્‌ગાર રૂપે રચાયાં છે; તો કેટલાંક વળી પ્રત્યક્ષ સંબોધન રૂપે બીજા પુરુષમાં લખાયાં છે. ત્રીજા પુરુષમાં પરોક્ષ રીતે બોધ આપવા રચાયેલાં પદો–ને આખ્યાનો પણ-આ કાવ્યગંગાનો ત્રીજો ફાંટો છે. આમ આત્મોદ્‌ગાર, પ્રત્યક્ષ સંબોધનો કે પરોક્ષ નિરૂપણ જ પ્રાયઃ કવિવાણીનાં વિવિધ સ્વરૂપ રજુ કરે છે. આમાંનાં પ્રથમ બેમાં, આત્મોદ્‌ગાર અને સંબોધનોમાં, તો કવિ જ્ઞાન–મસ્ત થાય છે, શૈલી બળ અને પ્રભુતા દાખવે છે, તથા ભાષા પ્રવાહી ને હૃદયસ્પર્શી બને છે. કવિનાં પરલક્ષી કાવ્યો જેવાં આખ્યાનોનો ને પરોક્ષ નિરૂપણ કરતાં પદોનો ત્રીજો પ્રવાહ પણ આત્મલક્ષિત્વનું જ રહસ્ય દાખવે છે. કવિની કેટલીક ભક્તિવિષયક પ્રાર્થનાઓ ખૂબ ભાવવાહી છે; પણ અંતે કવિને મન તો ભક્તિ એક પગથીઉં જ છે; તેમનું અંતિમ ધ્યેય તો આત્મજ્ઞાન જ છે.

કવિની વાણી તે કાંઈ પ્રદીપ્ત કલ્પનાનું પરિણામ નથી, પણ સ્વાનુભવનો નિચોડ છે. તેઓ પોતે જ અનુભવી અને જ્ઞાનીનો ભેદ બતાવતાં કહે છે કે:—