આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છોટમ: એક ઉપેક્ષિત ભક્તકવિ
૧૬૯
 

“ભૂચર ભૂમિ ઉપર ફરે, ઉડે ખેચર આકાશ;
કવિજન કહે દીઠી સાંભળી, કરી વાણીવિલાસ.
વિશ્વ થકી આઘા વહે, એવા અનુભવી કોય;
ઉત્પત્તિ સ્થિતિ પ્રલયની, આપે સમજણ સોય.
અનુભવી કવિ સરખા ગણે, એ તો મૂઢ અજાણ;
આકાશ આઘેરી વારતા, કહે કવિજન કોણ !”
(પ્રહ્‌લાદ આખ્યાન)

તેમનાં કેટલાંક જાણીતાં કે નોંધપાત્ર કાવ્યોનો નીચે પ્રમાણે નિર્દેશ થઈ શકે:—

‘તારું ખેતર હરણાં ખાય રે’, ‘કાયા છે તો નિશદિન કર્‌ય સમરણ કરતારનુંરે’, ‘તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણા રે’, ‘વાંકા શું ચાલો છોરે’, ‘કંઠી બાંધે વંઠી અકલ’, ‘કાયાવાડી કરી કરતારે’, ‘હું હું ને શોધી કાઠો’, ‘ચિત્ત ચતુર સુજાણ’, ‘તરવેણી તીરથ રે તારા તનમાં’, ‘તું તો તારૂં આપ વિસારિ’, ‘સત્ય નહિ તે ધર્મ જ શાનો ?’, અને ‘જીરે શું રે ઉંઘે છે અજ્ઞાનમાં’ ઇત્યાદિ તેમનાં ખૂબ પ્રચલિત, લોકપ્રિય ને કંઠસ્થ પદો છે. આ ઉપરાંત બીજા કેટલાંક સારાં પદો આ પ્રમાણે ગણાવી શકાયઃ ‘ધર્મ વિચારો રે ધર થકી’, ‘બે પંખીડે તનતરુવર પર વાસ કર્યો છે. આવી’, ‘કાયારૂપી નગરી રે’, ‘હંસા હોળી રમે છે’, ‘વીતી ગઈ રાત’ વગેરે ઉચ્ચતર આધ્યાત્મિક જીવનને નિરૂપે છે, અને આત્મજ્ઞાનની ઉલ્લાસમય મસ્તી દર્શાવે છે.

છોટમ ઉપર પદ્યરચનાના પ્રકાર પરત્વે તો કેવળ નરસિંહ મહેતાની કે પ્રેમાનંદ–શામળની જ નહિ, પણ કવિ દયારામનીયે ગાઢ અસર થઈ જણાય છે. કવિ દયારામે વાપરેલા કેટલાય