આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વ્રજલાલ શાસ્ત્રી: એક સમર્થ સાક્ષર
૧૮૩
 

સંખ્યાબંધ સામયિકોમાં તેમણે લખેલા છૂટાછવાયા લેખો બાદ કરતાં, તેમનાં મુખ્ય પુસ્તકો નીચે પ્રમાણે છેઃ

પ્રસિદ્ધ કૃતિઓ:–ગુજરાતી ભાષાનો ઇતિહાસ, ઉત્સર્ગમાળા, રસગંગા, ચંદ્રહાસ આખ્યાન, ધાતુસંગ્રહ, મુક્તામાળા, વૈશેષિક તર્કસાર, ગુર્જરભાષાપ્રકાશ, અને બ્રહ્મસૂત્રાર્થદીપક.

ઉક્તિસંગ્રહ, વિશ્વપ્રબોધ, નાગરપુરાવૃત્ત અને ગુજરાતના રાજાઓનાં જીવનચરિત્ર (સંસ્કૃતમાં): આટલી તેમની અપ્રસિદ્ધ કૃતિઓ છે.

પ્રસિદ્ધ કૃતિઓ પૈકી પ્રથમ ત્રણ ગુજરાત વર્નાક્યુલર સાસાયટીએ ઇ. સ. ૧૮૬૬, ૧૮૭૦ અને ૧૯૩૪માં પ્રગટ કરી છે; ‘વૈશેષિક તર્કસાર’ જૂનાગઢ રાજ્ય તરફથી ઇ. સ. ૧૮૯૮માં પ્રસિદ્ધ થયો, અને ‘ગુર્જરભાષા પ્રકાશ’ તથા ‘બ્રહ્મસૂત્રાર્થદીપક’ કડકે કડકે ‘ચંદ્રમાસિક’માં છપાયાં હતાં.

આ બધી કૃતિઓમાંથી કોઇએ જો શાસ્ત્રીજીની સાહિત્ય-સેવાને અમર બનાવી હોય તો તેમનાં ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ અને ‘ઉત્સર્ગમાળા’ નામે બે લઘુ પુસ્તકો છે. કર્તાના કીર્તિસ્તંભ સરિખડાં આ બે પુસ્તકોએ ગુજરાતી ભાષાશાસ્ત્રનું એક નવીન જ ક્ષેત્ર ઉઘાડ્યું છે, અને કેટલાય અભ્યાસીઓની પ્રમાણભૂત પ્રશંસા પ્રાપ્ત કરી છે. ડો. ભંડારકર જેવા ત્રિખંડી વિદ્વાને પણ પોતાના ભાષાશાસ્ત્ર ઉપરના પુસ્તકમાં શાસ્ત્રીજીને ગુજરાતી ભાષાના આદ્યમાર્ગદર્શક તરીકે ગણાવ્યા છે. કવિ દલપતરામ પણ આ કૃતિઓના વિદ્વાન્ કર્તાને તેમના ‘અભ્યાસ અને તર્કશક્તિ’ માટે અભિનંદન આપે છે. કવિ નર્મદ પણ ભાષાશાસ્ત્રના પ્રદેશમાં શાસ્ત્રીજીના અભિપ્રાયને પ્રમાણભૂત