આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫
સાહિત્યને ઓવારેથી
 


‘મતિભ્રમ’ માટે તેમણે વિદ્વાનોની ક્ષમા યાચી છે. આ નાનકડા નિબંધમાં આર્યોના ઈતિહાસથી આરંભ કરી, ને સંસ્કૃતભાષાનું શીઘ્ર અવલોકન કરી, તેમાંથી તેમણે પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી, અને અપભ્રંશ સમયોચિત ઉદ્‌ભવ ઉદાહરણો આપી સાબીત કર્યો છે. હૈમવ્યાકરણ તરફ જૈનાચાર્યની કૃતિ તરીકે સૂગ રાખ્યા વિના તેનો તેમણે નિઃસંકોચ ઉગયોગ કર્યો છે, અને ગુજરાતી ભાષાના ઘડતરમાં દેશ્ય શબ્દોનો તથા ફારસી ને ઈંગ્રેજી ભાષાનો ફાળો પણ ધ્યાનમાં લીધો છે. આ પુસ્તકની રચના માટે તેમણે જૂના રાસાઓ વાંચ્યા, પ્રાચીન હાથપ્રતો જોઈ, ખવાઈ જતા દસ્તાવેજો ઉકેલ્યા, ને માણભૂત વ્યાકરણ ગ્રંથ નિરખ્યા. તેથી તેઓ ગુજરાતીનો ઉદ્‌ગમ અને વિકાસ યથાક્રમ બતાવી શક્યા; અને જૂની ગુજરાતી જૈનોની જૂદી ભાષા નથી, પણ વર્તમાન ગુજરાતીની જ પુરોયાયી છે એમ સચોટ દલીલો ને અનેક ઉદાહરણોથી સિદ્ધ કરી શક્યા.

ચાર વર્ષ પછી ‘ઉત્સર્ગમાળા’ પ્રગટ થઈ, અને તેના કર્તાના શાસ્ત્રીય જ્ઞાનનો પ્રકાશ વધુ ફેલાયો. શાસ્ત્રીજીએ ૧૯૧ ઉત્સર્ગો– સામાન્ય નિયમો– રચી ભાષાના વિવિધ અંશોનો ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ નિર્ણય કર્યો, અને ‘શબ્દોની ટંકશાળ’ ખોલી. પ્રથમ પુસ્તક લખતી વખતે ગુજરાતી ભાષાશાસ્ત્રના આદ્ય લેખક તરીકે તેમનામાં જે નમ્રતા હતી તે અહીં દ્રષ્ટિગોચર ન થતાં, પોતાની અગાધ વિદ્વત્તાનો તેમણે આત્મશ્રદ્ધાથી ઉલ્લેખ કર્યો છે, કે જેથી તે વિષય ઉપર વિરોધપક્ષ વજૂદ વગરની, પ્રમાણહીન અને બાલિશ દલીલો ન કરે. ‘ઉત્સર્ગમાળા’ની પ્રસ્તાવનામાં જ યોગ્ય ગૌરવ દાખવી કર્તા જણાવે છે કે “મેં સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણના ઘણા ગ્રંથો જાણ્યા છે; અને ગુજર આદિ ભરતખંડના