આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપી–જીવન અને ‘કેકારવ’
૧૯૧
 

મળીને જ કલાપી પાસે કાવ્યઝરણું વહેવરાવ્યું છે. સાહિત્ય એક અને જીવન છેક અન્ય, ભાવનાઓ અમુક અને વાસ્તવિકતાઓ નિરાળી, આવી વિસંવાદિતા કે અસંબદ્ધતા કલાપીમાં બહુધા ન્હોતી. તેથી કવિનાં કાવ્યોને સમજવા માટે કવિહૃદયને જાણવાની જેટલી જરૂર છે તેટલી જ જરૂર કવિજીવનને નિરખવાની છે. તેના સ્નેહ–સંસાર અને સાહિત્ય–જીવન અનુસાર જ તેની કાવ્યસરિતા વહી રહી છે. તે પ્રથમ આ કાવ્ય–પ્રવાહનું પ્રત્યેક વર્ષ પ્રમાણે વિહંગાવોકન કરી પછી તેના વેગ અને રંગ નિરખીએ.

કલાપીનો કેકારવ’ની પાંચમી આવૃત્તિમાં ઈ. સ. [૧] ૧૮૯૨ના ઓક્ટોબરથી લખાયેલાં કાવ્યો નજરે પડે છે. ઓક્ટોબરથી તે આ વર્ષના અંત સુધીમાં કલાપીએ બહુ થોડાં જ કાવ્યો લખ્યાં જણાય છે. ત્યાર પહેલાં પણ તેણે કવિતા લખવાના છુટા છવાયા પ્રયત્નો તો કર્યા જ હશે. પણ અઢાર વર્ષની ઉંમરે બહુ સારાં કાવ્યો તો ક્યાંથી રચાય, ને વાચક તેની આશા પણ કેમ રાખે? પ્રેમ, મધુકર, પુષ્પ વગેરે ઉપર ગઝલો લખી કલાપીએ ત્યારે કવિતા લખ્યાનો સંતોષ માન્યો છે. પણ આ વર્ષે રચાયેલાં કાવ્યોમાં ‘એક પ્રેમ અને કેલિસ્મરણ’ એ બે જ કંઈક લક્ષમાં લેવા યોગ્ય છે.

ઈ. સ. ૧૮૯૩ના વર્ષમાં હરિલાલ ધ્રુવના કાવ્યની છાયાવાળું ‘વનમાં એક પ્રભાત’, અને નરસિંહરાવના ‘ચંદા’ નામે


  1. ૧ અને હવે પછી આ પુસ્તકનો જ્યાં જ્યાં ઉલ્લેખ હોય કે તેમાંથી અવતરણ હોય ત્યાં તેની પાંચમી આવૃત્તિ જ સમજવા વાચકને વિનંતિ છે.