આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦
સાહિત્યને ઓવારેથી
 


પવિત્ર હેતુને નિષ્ફળ બનાવતાં ગયાં. પાછળ રહી માત્ર જૂની પરિસ્થિતિ, તેની તે વિકૃત મનોદશા, અને અધમ કલાદષ્ટિ ! રંગભૂમિ પરત્વે રણછોડભાઈનાં આરંભેલાં ને આદરેલાં હજુ પણ અધુરાં રહ્યાં છે. ગુજરાતની રંગભૂમિ જ્યાં સુધી ઉન્નત ન બને, લોકમાનસ સંસ્કારી ન થાય, અને શિષ્ટ ગણાતાં નાટકો શ્રાવ્ય જ ન રહેતાં દૃશ્યની લાયકાત દાખવી રંગભૂમિ ઉપર ફતેહ ન મેળવે ત્યાં સુધી તે રણછોડભાઈને આદર્શો વણપાંગર્યા. વણફાલ્યા–જ રહ્યા છે. વર્તમાન રંગભૂમિમાં પલટો થતો જાય છે , પણ તે અતિ અલ્પ અને સામાન્ય છે. અધમ તમાશ–બીનોના રુચિતંત્રથી જ આપણે નાટકની તખ્તા–લાયકીને નિરખવી જોઇએ નહિ. આમ જો રંગભૂમિનું ઉચ્ચીકરણ થાય તે ગુજરાતી નાટ્યસાહિત્યના અગ્રેસર અને રંગભૂમિના ઉદ્ધારક રણછોડભાઈનો આત્મા આજે પણ સંતોષ અનુભશે ! ધન્ય હો આવા ઉત્સાહી સાહિત્યસેવકને અને સમાજસુધારકને ! *[૧]



  1. * પ્રસ્તુત લેખ મુંબઈની રણછોડભાઈ શતાબ્દી–મહહોત્સવ સમિતિએ પ્રસિદ્ધ કરેલા ‘રણછોડભાઈ શતાબ્દી ગ્રંથ’માં પણ પ્રગટ થયો છે.—કર્તા (બીજી આવૃત્તિ)