આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવ : વિવાથ-જીવન
૨૨૯
 


દાખવતી હોય તેમ મંદવાડથી તેમને મ્હાત કરે છે, અને બબ્બે વખત તેમને પરીક્ષાની પ્રસન્નતાથી વંચિત રાખે છે. કોલેજના અભ્યાસકાળમાં કેવળ સંસ્કૃત કે ગણિતમાં જ નહિ, પણ ઇંગ્રેજીમાં યે આ યુવક પોતાની નિપુણતા દાખવે છે. દેશભક્તિ ઉપર ગૌરવભરી ઇંગ્રેજી ભાષામાં નિબંધ લખી પ્રોફેસર બેરેટ સાહેબને તેઓ આશ્ચર્યમુગ્ધ કરે છે, અને તેમના મુખેથી સહૃદય પ્રશંસા પામે છે.

માંદગીને લીધે બી. એ. ની પદવી પ્રાપ્ત કરવાનું ધ્રુવનું સ્વપ્ન સફળ નથી થતું. ઇ. સ. ૧૮૮૧માં કેશવલાલ અમદાવાદની પી. આર. ટ્રેનિંગ કોલેજમાં વગર પદવીએ ગુરુકૃપાથી શિક્ષકનું સ્થાન મેળવે છે. ડો. ભંડારકર એક ટુંકો છતાં, સબળ ભલામણપત્ર આપે છે. ગુરુ લખી આપે છે કે: “મી. ધ્રુવ સંસ્કૃતનું ઘણું સારૂં અને શુદ્ધ જ્ઞાન ધરાવે છે.” (Mr. Dhruva possesses a very good and accurate knowledge of Sanskrit.) ગણિતનો મુખ્ય વિષય લઈને બી.એ. ની પદવી મેળવવાના ઉમેદવારને–આ સમર્થ શિષ્યને–એ સુવિખ્યાત ગુરુ આવું સરસ પ્રમાણપત્ર આપી શિક્ષણપ્રદેશમાં ગુરુપદવી અપાવે છે.

અંતે ઇ. સ. ૧૮૮રમાં યુનિવર્સિટી આ શિથિલ પ્રકૃતિવાળા વિદ્યાર્થી ઉપર મહેર કરે છે. તેની અમીનજરથી કેશવલાલભાઈ બી. એ. ની પરીક્ષા બીજા વર્ગમાં ઉત્તીર્ણ કરે છે, અને જીવન–ભરના વિદ્યા–અર્થી આમ પ્રથમ આશ્રમનું વેદવિહિત વિદ્યાર્થીજીવન સમાપ્ત કરે છે.

પછી તો મોટાભાઈને સાક્ષરજીવનમાં ભાગીદાર થવાના ને સરસવતીના મંદિરે અક્ષત ચઢાવવાના કે દીવો પૂરવાના