આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬
સાહિત્યને ઓવારેથી
 


‘વિશાખદત્તનો સમય’ લખી આ ઊગતા વિદ્વાન પૂર્વ અને પશ્ચિમના પંડિતોનો સામનો કરે છે. વિશાખદત્ત બારમા સૈકામાં થયો એમ વિલ્સનનો મત હતો. સ્વ. તેલંગની કાળગણનાએ તેને આઠમા સૈકામાં મૂક્યો હતો. ‘મુદ્રારાક્ષસ’ નો કર્તા તો આઠમા સૈકાથીયે પહેલાં છઠ્ઠા કે સાતમા સૈકામાં થઈ ગયો, એમ ધ્રુવસાહેબ પુરાવાથી સિદ્ધ કરે છે, અને પોતાનું વિશિષ્ટ વર્ચસ્ દાખવી પંડિતોની પ્રશંસા પામે છે.

ઇંગ્રેજી જેવી વિદેશી ભાષામાં તેમણે જીવનભર આ બે જ લેખો લખ્યા છે. પણ આ બે લઘુ લેખો વડે વિદ્વદ્‌કીર્તિ તેમને વરી ચૂકી હતી. માતૃભાષાનું અભિમાન તેમને પરભાષામાં લખવા ભાગ્યે જ પ્રેરે છે, અને આ દૃઢ વૃત્તિને લીધે તેમણે મુંબઈ યુનિવર્સિટિએ નિયત કરેલાં પદ્યરચના ઉપરના ભાષણો પણ ગુજરાતીમાં જ આપ્યાં છે.

આવી સંગીન ભૂમિકા પછી ‘મુદ્રારાક્ષસ’ તેમના સ્વાધ્યાયનું કેન્દ્ર બને છે. શૃંગાર રસની ઊણપથી નાટ્યસાહિત્યમાં નવીન ભાત પાડતું આ નાટક તેનાં ઉચ્ચ કલાવિધાન, તથા ત્વરિત કાર્યગતિના કારણે આ નવજુવાનને અકથ્ય આકર્ષણથી ને વધુ નિકટતાથી નિમન્ત્રે છે; અને યુગબળો તેમાં સાથ આપે છે.

ત્યારે તો ભાષાંતરનેનો જ ખાસ યુગ હતો. ગુજરાતને સંસ્કૃત અને ઇંગ્રેજી સાહિત્યની ઉત્કૃષ્ટ સંપત્તિનો ભોક્તા બનાવવાની તે યુગના સમર્થ સાહિત્યકારોને પણ સ્વયંભૂ ઈચ્છા થતી. રણછોડભાઈ, મણિલાલ દ્વિવેદી, બાલાશંકર: બધાય ભાષાંતરના પ્રદેશમાં પણ ઘૂમતા જણાય છે. તેથી કેશવલાલભાઈને પણ આવાં ભાષાંતર ઉપર કલમ ચલાવી સાહિત્યસેવા