આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવઃ સાહિત્ય-જીવન (૧)
૨૩૭
 


કરવાને અભિલાષ સ્ફુરે છે. યુગનાં પ્રેરક બળો અને આવો અભિલાષ તેમની પાસે તરતજ ‘મુદ્રારાક્ષસ’ના સમસ્લોકી ભાષાંતરનો નિર્ણય કરાવે છે.

આ સંસ્કૃતનાટક મોટાભાઈ હરિલાલ કોલેજમાં પાઠયપુસ્તક તરીકે ભણેલા; તેથી સ્વાભાવિક રીતે જ લઘુબંધુને પણ તે વાંચવાની વૃત્તિ થઈ હતી. ‘મુદ્રારાક્ષસ’ તે વખતે પણ ગુજરાતીમાં ઉતારવામાં તો આવ્યું જ હતું. ભાવનગરના દીવાન સાહેબ સામલદાસના જમાઈ સવાઈલાલે તેનું ભાષાંતર કર્યું છે, પણ તે સમશ્લોકી નથી. તેલંગવાળી ‘મુદ્રારાક્ષસ’ ની આવૃત્તિનો પણ કેશવલાલભાઈ ઘણો લાભ લે છે, પણ તેના પાઠઠોની પસંદગીમાં પોતે એકમત નથી થઈ શકતા. કેટલાક જુદા જ પાઠ આધારપૂર્વક તેઓ રજુ કરે છે, અને આખાયે નાટકનું સમશ્લોકી ભાષાંતર ઇ. સ. ૧૮૮૬ માં કડકે કડકે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રસિદ્ધ કરે છે. આ પુસ્તક તે તેમના સંગીન અભ્યાસનું પ્રથમ પુષ્પ છે. પૂજ્ય ભંડારકરનું ગુરુઋણ ફેડવા, કેશવલાલભાઈ સંસ્કૃત આર્યાની બે લીટી લખી આ કૃતિ તે ત્રિખંડી વિદ્વાનને અર્પણ કરે છે, અને પોતાનો ભકિતક્તિભાવ દાખવે છે.

કાળક્રમને અવગણીને પણ ‘મુદ્રારાક્ષસ’ વિષે ધ્રુવસાહેબે આદરેલી પ્રવૃત્તિઓનો સળંગ ઇતિહાસ જાણવો તે આવશ્યક અને મનોરંજક છે; અને તેથી જ ‘મેળની મુદ્રિકા’ની વિગતો હું રજૂ કરું છું, વિશેષમાં, સંસ્કૃત ‘મુદ્રારાક્ષસ’ની પ્રચલિત આવૃત્તિઓના ભ્રષ્ટ, લુપ્ત, અસંબદ્ધ પાઠો અને પ્રક્ષિપ્ત ભાગો તેમના મનમાં એક નવો જ વિચાર સ્ફુરાવે છે. ‘મેળની મુદ્રિકા’ તે પોતે સ્વીકારેલા પાઠો કે સંશોધેલી સંસ્કૃત આવૃત્તિ પ્રમાણે જ ગુજરાતીમાં અવતારવામાં આવી હતી; પણ પોતે પસંદ કરેલા પાઠો કે સ્વીકારેલી