આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવ: સાહિત્ય-જીવન (૨)
૨૪૭
 


કિંમત હવે અંકાશે જ. પણ કેશવલાલભાઈની વિદ્વતાની યે આજે આપણને કેટ–કેટલી પરખ છે ? આ સમર્થ સાક્ષર અને અનન્ય અનુવાદકે તેમના સાહિત્ય જીવનના દીર્ઘ, અકુંઠિત પ્રવાસમાં કેટલીયે કડવી મીઠી અનુભવી હશે, કંઈ કંઈ પ્રલોભનો જતાં કર્યાં હશે, અગણિત અંગત સુખસગવડોનો ભોગ આપ્યો હશે, ને અકથ્ય અંતરાયોનો શ્રદ્ધાયુક્ત હૃદયે સબળ સામનો કર્યો હશે. કેટલાકને તેમની સાહિત્યસેવાઓ લોકભોગ્ય ભલે ના લાગે, ને વિશાળ સ્વતંત્ર સર્જનથી વિશિષ્ટ બનેલી ભલે ને જણાય; ત્હોયે તે અવિરત સેવાઓ મૂલ્યવાન તો છે જ. તેમણે કંઈ કંઈ નવીન માર્ગો દાખવ્યા છે, અવનવી ગહનતા સાધી છે, અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ અને શોભાવંતું કરીને ભારતવર્ષમાં તેમજ પરખંડમાં પણ ગુજરાતીને મહિમાવંતી કરી છે. ગુજરાત જો ખરેખર સાહિત્યપ્રિય અને ગુણપૂજક હોત તો આવા સાક્ષરોને નામે કોઈ નવી સંસ્થા–સાહિત્યની કે પુરાતત્ત્વની સ્થપાઈ હોત; કાં તો તેમના સહકારથી કોઈ સાહિત્યસંસ્થાએ ગુજરાતી વાઙ્‌મયનો સર્વતોમુખી વિશેષ વિકાસ સાધવાની યોજના ઘડી તેને અમલમાં મૂકી હોત; અથવા તો છેવટે તેણે આવા સાહિત્યસેવકોને સંપૂર્ણ અપનાવી લેઈ તેમના સકલ વિદ્વતાભંડાર ખૂલ્લા મૂકાવ્યા હોત. પણ વેપારપ્રધાન ગુજરાતના સાહિત્યપ્રેમને આટલી કોટિએ પહોંચતાં હજુ કેટલોય સમય જશે.

આવા વૃદ્ધ સરસ્વતીપુત્રની ‘અડગ ને અનન્ય વાઙ્‌મય સેવા’નો પાક ઉતારવાનો ‘ઊર્મિ’ના તંત્રીઓએ સ્તુત્ય ને સંગીન પ્રયાસ આરંભ્યો હતો. આ સામાયિકના તંત્રીપદેથી પ્રો. ડોલરરાય માંકડે પરિશ્રમયુક્ત પ્રયત્નો વડે પૂ. કેશવલાલભાઈની સેવાઓને સ્પષ્ટ ને સંક્ષિપ્ત સ્વરૂપે સાહિત્યપ્રિય જનતા આગળ