આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪
સાહિત્યને ઓવારેથી
 


અને શિક્ષણ સાથે પરિચય ચાલુ પણ રાખેલો, એટલે નિવૃત્ત થતાં ઉલ્લાસથી શિક્ષકનું કામ સ્વીકારી લીધું. સાચું કહું તો શિક્ષક થવા માટે જ પુસ્તકાલય ખાતાની નોકરી ૬૨ વર્ષની ઉંમરે પણ પ્રયત્ન કરીને જ છોડી. વિદ્યાર્થી અવસ્થામાં શિક્ષક થવાનાં જ સ્વપ્નાં સેવતો………તો પછી નિવૃત્ત થઈ શિક્ષક થાઉં તેમાં મને કંઈ જ આશ્ચર્ય લાગ્યું નથી–લાગતું નથી. પણ હું ફક્ત શિક્ષક કોઈ વખત હતો જ નહિ, અને હવે તે થઈ શકવાનો પણ નથી. શિક્ષક હતો ત્યારે પણ પુસ્તકાલયો અને ગામડાંની બીજી પ્રવૃત્તિઓમાં રસ લેતો, અને ગામડાં અને ગ્રામજનો સાથે પરિચય સેવતો [૧]

અગાઉના લેખમાં આ લેખકે અમીન સાહેબની સર્વ પ્રવૃત્તિઓને મુખ્યત્વે કેળવણીના મધ્યબિન્દુમાંથી જ ઉદ્ભવેલી મનાવી હતી, અને તેથી તેમને સાહિત્યના ઓવારે કલ્પેલા સરસ્વતી મંદિરના દ્વારપાળ તરીકે નિરૂપ્યા હતા. લેખકની આ માન્યતા શ્રી. અમીનના પોતાના જ નિખાલસ નિવેદનથી અપૂર્ણ અને દોષયુક્ત ઠરી છે, એમ જણાવતાં તેને આજે આનંદ થાય છે. પણ તેથી કરીને તેમની પ્રત્યક્ષ પુસ્તકાલયસેવા ને પરોક્ષ સરસ્વતીસેવા સાહિત્યની દૃષ્ટિએ આ પુસ્તકમાં સ્થાન પામવાના અધિકારથી કાંઈ વંચિત થતી નથી.

શ્રી. મોતીભાઈની જાહેર પ્રવૃત્તિઓનો આરંભ કેળવણીથી જ થયો છે, અને તેમની શિક્ષકવૃત્તિ જ તેમનાં સેવાકાર્યોનું ઉદ્‌ભવસ્થાન કહી શકાય. પણ તેથીયે આગળ જો અમીન સાહેબના માનસની ભીતરમાં પ્રવેશ કરીએ તો જણાય છે કે


  1. ૩ જુઓ ‘ચરોતર’, વર્ષ ૬, અંક ૧૨, ૫, ૪૨૦