આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬
સાહિત્યને ઓવારેથી
 

ને દેખરેખ હેઠળ તેનો ઘણાં વર્ષો થયાં આકર્ષક આરંભ કરી દીધો છે.

ચરોતરની આવી મૂક ભાવે સંગીન સેવા કરનાર અમીનસાહેબ આજે વસો કેળવણી મંડળના અગ્રણી છે, વસો સહકારી બેંક લિ. ના પ્રમુખ છે, ‘ચરોતર’ માસિકના તંત્રી છે, ચરોતર વિદ્યાર્થી સહાયક સહકારી મંડળી લિ. ના મંત્રી છે, પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ. ના અધ્યક્ષ છે; અને પેટલાદ તાલુકાની શિક્ષણ, આરોગ્ય તથા પુસ્તકાલય વિષેની પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થાઓના તેઓ સર્જક કે સુકાની છે. શિક્ષક થવાના કોડ ધરાવતા આ કાર્યકર્તા આમ સેવા કરતાં કરતાં કેળવણીમાં વિશારદ બન્યા છે એટલું જ નહિ, પણ એક સામયિકના તંત્રી થયા છે, અને સહકારશાસ્ત્રના જ્ઞાતા બન્યા છે.

ત્યારે આ સર્વ પ્રવૃત્તિઓના સાર રૂપ તેમનું સૌથી મોટું કાર્ય કયું ? તેમનાં પોતાનાં જ વચન આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપે છે:— મારી જિંદગીનું મોટામાં મોટું કામ કયું એમ જો કોઈ પૂછે તો હું પેટલાદ લોનફંડના કામને આગળ ધરૂં. મારા જીવનમાં સારૂં છે તેમાંનું ઘણું પેટલાદ લોનફંડને આભારી છે. મારામાં જે દોષો અને ત્રુટિઓ છે તે આ લોનફંડના વહીવટમાં ઉતરી છે. પણ ચરોતર વિદ્યાર્થી સ. સ. મંડળ લિ. ના વહીવટમાં તે દૂર કરવામાં આવી છે. આ ફંડને લઈને અનેક વિધાર્થીઓ સાથેનો મારો સંબંધ ત્રીસ વર્ષ સુધી સતત લંબાયો છે… … … આ કામ કરવાથી થોડે ખર્ચે મોટાં ફળ મેળવી શકાયાં છે, સ્વાશ્રયના ધોરણે યુવકોની મહત્ત્વાકાંક્ષા