આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ
૧૭
 


તેમણે ત્યાંના પક્ષભેદો શમાવ્યા ને સ્થાનિક કલહોને નિર્મૂળ કર્યા. બધા પક્ષોથી પર રહી સ્વતંત્ર વિચાર અને વ્યવહાર કરવો એ તેમનું ખાસ લક્ષણ છે. આ જ વ્યવહારકુશળતા તેમણે નડિઆદની સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે બતાવી, અને તેની કાર્યવાહી સભાઓમાં ગંભીર અથડામણના પ્રસંગો દૂર રાખ્યા. પણ આ પ્રમુખપદ અન્યને સોંપે ત્યાં સુધી સાહિત્ય પરિષદનું નાવ સ્થિર ને સુરક્ષિત રાખવાનું કામ તેમના જેવા માટે ય સ્હેલું ન્હોતું. છતાં ‘જ્યાં જ્યાં આનંદશંકરભાઈ, ત્યાં ત્યાં સફળતા’ એમ મહાત્માજીએ બાંધેલી આ વ્યાપ્તિ સાહિત્ય પરિષદ સંબંધી પણ સાચી પડી !

ઉપર સૂચવ્યા પ્રમાણે આનંદશંકરભાઈ તે કેવળ ગુજરાતના જ નહિ, પણ સમગ્ર ભારતવર્ષના વિદ્વાન છે. તેઓ વર્ષો સુધી બનારસ હિંદુ કોલેજના પ્રિન્સિપાલ, ને હિંદુ યુનિવર્સિટીના પ્રો— વાઈસ-ચેન્સેલર હતા. આ વિદ્વત્તાને લીધે જ તેઓ એક વખત ‘ફિલોસોફિકલ કોન્ગ્રેસ’ના હિંદી વિભાગના પ્રમુખ ચુંટાયા, ને ‘ઈન્ટર યુનિવર્સિટી બોર્ડ’ના પણ પ્રમુખ થયા. વિશેષમાં તેમની કાર્યકુશળતાને વરેલી વિદ્વત્તાનો લાભ કવચિત્ પંજાબ, લખનૌ, આગ્રા, અલીગઢ વગેરે યુનિવર્સિટીઓએ પણ ઉઠાવ્યો છે. પણ મુંબઈ યુનિવર્સિટીને સ્વજનની કદર હોય ખરી ?

આનંદશંકરભાઈ જન્મથી જ ઉચ્ચ હોઇને ખાનદાનીનું ખમીર ધરાવે છે, ને આમવર્ગ સાથે બહુ થોડો સંબંધ ધરાવે છે. પણ ઠક્કર બાપાનું ‘ભીલ સેવા મંડળ’ કે અમદાવાદનું ‘મજાર મહાજન’ તેમને ખેંચીને લેઈ જાય ત્યારે તો જનતા સાથે ભળવામાં તેઓ બાકી નથી રાખતા. સરકારમાં તેમજ પ્રજામાં તેમને કેટલાય સાથે ગાઢ ને મીઠો સંબંધ છે. ટૂંકમાં, આનંદશંકરભાઈ વિશિષ્ટ વિદ્વાન