આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
સાહિત્યને ઓવારેથી
 


છે, સમર્થ વિચારક છે, દીર્ધદર્શી પત્રકાર છે, સુપ્રસિદ્ધ અધ્યાપક છે ને બાહોશ સંચાલક છે. તેમની વિદ્વત્તા ઊંડા સમુદ્ર જેવી નહિ, પણ વિશાળ વટરાજ જેવી છે. શ્રી. કેશવલાલભાઈના સંશોધનદૃષ્ટિ કે સ્વ. નરસિંહરાવભાઈની ચોકસાઈ એ તેમની વિદ્વતાનાં ખાસ તરી આવતાં લક્ષણો નથી. ત્હોયે જણાવવું જોઈએ કે પરપ્રાંતોમાં ઝળહળતા આ રત્ન માટે તેનું જન્મદાતા ગુજરાત યોગ્ય ગૌરવ લઈ શકે.

વિવેકયુક્ત રસાળું સંમિશ્રણ, એ આનંદશંકરભાઈને સ્વભાવનું ખાસ લક્ષણ લાગે છે. આ સમન્વયશક્તિને લીધે તેઓ અસહકારના વખતમાં વિદ્યાપીઠ તેમજ ગુજરાત કોલેજ એમ બંને સાથે મીઠો સંબંધ સાચવી શકતા. આ જ લક્ષણને લીધે તેઓ ખાદી અને મિલકાપડને સાથે પહેરી શકે છે, ને આજ કારણે બે વિરુદ્ધ પક્ષો સાથે પણ સદ્ભાવભર્યો મેળ રાખી શકે છે. આ સુવર્ણમાર્ગ તેમની ચોકસાઈ, દૃષ્ટિવિશાળતા અને સમન્વયશક્તિને લીધે તેમણે સાચી સહૃદયતાથી જ સ્વીકાર્યો હોય; પણ જનસમાજ તે રીતે સમજવા જેટલી ધીરજ ને ડહાપણ દાખવી શકે ખરો ? તેને તો ‘પર્વતરાજ હિમાલયનું હિમમય થવું ને ઓગળવું બંને સ્વભાવસત્ય લાગે છે.’ પણ દૂરથી જ નીરખનારને હિમાલય એવો લાગે તો તેમાં કોનો દોષ: હિમાલયનો કે નીરખનારનો ?

નવયુગનાં પ્રતિબિંબ ઝીલ્યા છતાં, પશ્ચિમની સંસ્કૃતિ જાણ્યા છતાં, ને ઉચ્ચ પદવી પામ્યા છતાં સરકારી દરબારી મેળાવડાઓમાં કે મિજલસોમાં આર્ય સંસ્કૃતિના પ્રતીક તરીકે ધોતિયાના પહેરવેશનું ગૌરવ સાચવવાની જેઓ હિંમત દાખવી શક્યા હોય, અને ખાસ પ્રસંગે પણ પાટલૂન પહેરવાના મોહ કે ભીરુતાની