આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
સાહિત્યને ઓવારેથી
 


કદાચ વધારે અભિમાન હશે ખરું ? અને આનંદશંકરભાઈમાં ‘ગોળમટોળપણું’ છે, ‘ઉમળકા કરતાં Awe વધારે છે’ એમ કહેનારાઓએ તેમને ધીરજથી ને સત્યનિષ્ઠાથી વિશેષ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.

આવો જ બીજો આક્ષેપ એ છે કે ‘આનંદશંકરભાઈની વિદ્વત્તા વન્ધ્યા રહી છે.’ સત્ય તો એ છે કે તે વિદ્વત્તા વન્ધ્યા નથી રહી, પણ વીરપ્રસવિની નથી બની. તેમની કૃતિઓ જોતાં તેઓ વિદ્વતાચોર કહેવાય. તેમની વિદ્વત્તા, મૌલિકતા અને વિચારગૌરવ ધ્યાનમાં લેતાં કહેવું પડે કે તેમની કૃતિઓ આ સમર્થ ને સર્વદેશીય વિદ્વાનને ઝેબ આપે તેવી કે તેમના યશઃશરીરને વધુ કાન્તિમાન બનાવે તેવી નથી.

અને આનંદશંકરભાઈની કૃતિઓમાં ‘આપણો ધર્મ’ વિના બધાં પુસ્તકો વડોદરા રાજ્ય તરફથી પ્રસિદ્ધ થયેલાં છે. વડોદરા સરકારની એ અર્થોષ્મા–જનિત પ્રેરણા ના હોત તો તેમની વિદ્વત્તા કદાચ ઉજ્જડ રણભૂમિ જ રહેત. ગુજરાતના શિષ્ટ વર્ગની સાહિત્યવૃત્તિને પ્રજ્વલિત કરે કે સમગ્ર ભારતવર્ષની મુક્ત કંઠે પ્રશંસા પામે તેવી તેમની કેટલી કૃતિઓ હશે ? સત્ય તો એ છે કે તેમને સ્વભાવથી જ સ્વતંત્ર લખવા કરતાં વાંચવાનું ને વિચારવાનું વધારે પ્રિય છે.

તો ઇન્ટર–યુનિવર્સિટી બોર્ડના મેમ્બર, હિંદુ બનારસ કોલેજના પ્રિન્સિપાલ અને અનેક વર્ષોના અનુભવી અધ્યાપક આ આનંદશંકરભાઈ ગુજરાતને તેમની વિદ્વત્તાનો ને સહજ શક્તિઓનો ક્યારે લાભ આપશે ? ‘ગુજરાતી યુનિવર્સિટી નીકળે તો હું મારી સેવાઓ મફત અર્પું’ એમ ઉચ્ચારનારને આવી