આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કવિ ન્હાનાલાલ
૨૫
 


સીમાઓ ભુંસતી ‘વિશ્વગીતા’ આપી; અને ઇતિહાસને ઓવારેથી સત્ય–સોહામણાં ‘અકબરશાહ’ અને ‘જહાંગીર–નૂરજહાં’ આપ્યાં. વિશેષમાં, ઈતિહાસાતીત ‘કુરુક્ષેત્ર’ કવતા આ કવિ ‘સંઘમિત્રા’ જેવી કેટલીયે ઐતિહાસિક કૃતિઓને જગત્પ્રકાશ બતાવવાના મનોરથ સેવી રહ્યા છે.

કવિ ન્હાનાલાલમાં ભાવનાની સુન્દરતા છે, અને ભવ્યતાની ઝાંખી છે; કલ્પના, મૃદુતા ને મધુરતા છે. લલિત અને મનોહર શબ્દાવલી, નાનાં સમતોલ વાક્યો, અને કલ્પનાના અનેરા વિહાર; આ બધું તેમની કૃતિઓને હૃદયંગમ બનાવે છે, અને વાચકને કવચિત્ મંત્રમુગ્ધ કરે છે ગુજરાતના કાવ્યસાહિત્યમાં પિંગળના પક્ષકાર કવિ–પિતાના આ કવિ–પુત્રે પિંગળ સામે બંડ જગાવ્યાં, ને ‘ડોલન’ વંતી અગદ્યાપદ્ય શૈલીને પ્રધાનપદ આપ્યું. અને આ સંક્ષોભકારી, ડોલન ભરેલી ‘નિર્બંધ રસચરણાવલી’ અગદ્યાપદ્ય શૈલી વિષેનાં કવિ ન્હાનાલાલ અને ‘મોટાલાલ’ વચ્ચેનાં સાહિત્યયુદ્ધો અમર બન્યાં હોય તેમ આજે પણ ઘણાયની સ્મૃતિમાં તાજાં હશે. કવિતાસ્રોત ચિત્તક્ષોભમાંથી જન્મે છે, એમ ઉચ્ચારનાર કવિની આ લાક્ષણિક કાવ્યશૈલી લોકપ્રસિદ્ધ અને અનુકરણથી પર છે એમ તો કબૂલ કરવું પડે, કારણકે ‘ગુજરાતનો તપસ્વી’ અને ‘સૌરાષ્ટ્રનો સાધુ’ એ બતાવ્યું છે કે અગદ્યાપદ્યશૈલીમાં કવિની આટઆટલી સફળતા હજુ અન્ય કોઈને નથી વરી.

કવિનાં કેટલાંક સર્જનો જેટલાં શબ્દસોહામણાં છે તેટલાં જ અર્થમાં ગૌરવવંતાં છે; અને ‘ઋજુ, ભવ્ય અને સુંદર શૈલીના પ્રવર્તક પ્રખ્યાત અંગ્રેજ કવિ ટેનીસનની યાદ આપે છે. ટેનીસન ‘રોમૅન્ટીસીસ્ટ’ અને ‘ક્લાસીસીસ્ટ’ બંને હતો;