આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કનૈયાલાલ મુનશી
૪૧
 


શ્રી. મુનશીની ઘણીખરી નવલકથાઓનું વસ્તુસંવિધાન કલાયુક્ત અને મોહક, રસપ્રદ અને વેગભર્યું છે. લાંબાં વર્ણનો, નીરસ પાત્રપરિચય, અને શુષ્ક વાચ્યત્વના દોષોથી ઘણે અંશે તેમની નવલકથાઓ મુક્ત છે. તેમનો વસ્તુપ્રવાહ તે સરિતાપ્રવાહ જેવો જ રમ્ય, વેગવંતો ને આહ્‌લાદક છે. વાચકને બધો વખત જિજ્ઞાસાપરાયણ કેમ રાખવો એ વિચાર પ્રસંગોની ફૂલગૂંથણીમાં તેમના ધ્યાનબહાર ભાગ્યે જ હોય છે. એક પણ પાન છોડવાનું મન થાય નહિ, ને વાર્તાપ્રવાહની ખાતર તે છેડી શકાય પણ નહિ, – ‘ભગવાન કૌટિલ્ય’ જેવાં માટે નહિ, –એ જ વસ્તુ વાચકને પ્રસંગોના પૂરમાં ખેંચાતો રાખે છે. મુનશીની લોકપ્રિયતાનું આ પણ એક મુખ્ય કારણ છે.

પણ તેમની નવલકથાઓની આથીયે સુંદર વિશિષ્ટતા તો તેમનું પાત્રાલેખન ને પાત્રવિકાસ છે. તેમનાં પાત્રો તે જીવંત; સૃષ્ટિમાં મળી આવે તેવાં, દેશાભિમાની, આકર્ષક અને આબેહૂબ છે. પ્રસંગો અને સંવાદો દ્વારા તે તે પાત્રોના ગુણદોષથી વાચક વિશેષ માહીતગાર બને છે, અને પછી તે તેમનાથી તે એટલો બધો પરિચિત થાય છે કે પાત્ર દૂર હોય કે વેશ બદલીને આવે તોપણ તે તેને ઓળખી કાઢે છે. કાકની વિચક્ષણ સાહસિકતા, મુંજાલનો સત્તાદર્શક પ્રભાવ અને ઉદા મહેતાનું મીઠું હાસ્ય વાચકને તે તે પાત્રની અંધારી રાત્રિએ પણ ઓળખાણ આપે તેવાં તાદૃશ છે. યુરોપના ‘Introduction’ ના સામાજીક શિષ્ટાચારને અનુસરતા હોય તેમ મુનશી એક વખત વાચકને મુખ્ય પાત્રો સાથે પરિચય કરાવી આપે છે અને પછી તો બંને એકબીજાની ગાઢ મૈત્રી સાધવા પોતાની જ મેળે વિશેષ પરિચયમાં આવે તેવી ઇચ્છાથી તેઓ પોતે અદૃશ્ય થતા લાગે છે. સંક્ષેપમાં,