આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
સાહિત્યને ઓવારેથી
 


અને નાટક બંને તેમને સબળ ને સફળ રીતે આકર્ષે છે; કારણકે આ બંને વચ્ચે અનેક પ્રકારનું સામ્ય છે.

શ્રી. મુનશી ભાગ્યે જ પદ્યમાં લખે છે. વૃત્તરચના ઉપર તેમણે તેમની કલમ અજમાવી જ નથી જણાતી; અને છતાં તેઓ કેટલેક અંશે કવિ પણ છે. ‘તર્પણ’માંનો દિવ્યાસ્ત્ર માટેની પ્રાર્થના આપતો ખંડ કે ‘ગુજરાતનો નાથ’માં ‘ઉષાએ શું જોયું ?’ તે પ્રકરણ કવિત્વથી ભરપુર હોઈને અનેરી રીતે જ આકર્ષક ને આહ્‌લાદક બને છે. વિશેષમાં ‘શિશુ ને સખી’ તો તેમનું ગદ્યકાવ્ય જ કહી શકાય. ગદ્ય અહીં અલંકૃત ને કલાયુક્ત બની તેની સાદાઈ ને સંયમિતા તજી દે છે; અને ઊર્મિ તથા ઉલ્લાસમાં સરી પડે છે. જાણે કે કોઈ જીવંત કાવ્ય ! હૃદયમાંથી પાતાળઝરણાં ફૂટતાં હોય તેવી ઉત્તગ ઉર્મિઓ ને મનોહર ભાવો તેમની સમગ્ર કૃતિને સ્નેહરસે છલોછલ ભરી નાખે છે ! આ ઉપરાંત ‘કેટલાક લેખો’, ‘થોડાંક રસદર્શનો,’ અને ‘આદિ વચનો’ : આ બધાંય સ્વાધ્યાય, ચિંતન, ઊર્મિલતા, સ્વદેશગૌરવ ને પ્રેરકતા આદિ તત્ત્વોથી વિશિષ્ટ બનેલાં છે. આ કૃતિઓ જેટલી તેમના ગુણોને લીધે આકર્ષક છે, તેટલી જ તેમની રુચિર શૈલીને લીધે મનોરંજક પણ છે. ‘નરસૈયો: ભક્ત હરિનો’ ને ‘અર્વાચીનોમાં આદ્ય’માં શ્રી. મુનશી આપણને જીવનચરિત્રકાર તરીકે દેખાય છે; અને છતાં તેમાં તેઓ સંશોધનપ્રિય વિદ્વાન તરીકેનું પણ પોતાનું સ્થાન સિદ્ધ કરે છે. બંને કૃતિઓ મનોહર શબ્દચિત્રોથી ભરેલી છે. તેમાં આવેગ, ઊર્મિ, અને અર્વાચીન દષ્ટિ કવચિત્‌ વિવેક અને સત્યને આવરી લે છે; તો કવચિત્ તે પરંપરાગત માન્યતા કે પ્રાચીન અતિશયોક્તિને છિન્નભિન્ન કરી નાખી પ્રકાશ પાડે છે. આ