આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
સાહિત્યને ઓવારેથી
 


પુરુષો જેમ આત્મભાન ભૂલે, વિવેકની મર્યાદા ઓળંગે અને અહંભાવમાં લપસી પડે, તેમ જ કૈંક શ્રી. ચંદ્રશંકરભાઈ માટે થયું છે. છેલ્લા દશકામાં જનતાને મુખે બહુ ચઢેલા તેમના જાહેરજીવન માટે આ જ વાજબી ખુલાસો છે. ગાંધીજી સાથેનો તેમનો પત્રવ્યવહાર પણ આજ દૃષ્ટિએ વિચારવો ઘટે છે.

અને શ્રી. ચંદ્રશંકરે તેમની સર્વશક્તિઓ અનેક ક્ષેત્રોમાં વેરાઈ જવા ન દેતાં એક જ ક્ષેત્રમાં, સાહિત્યપ્રદેશે કેન્દ્રિત કરી હોત તો પણ તેમની સેવા નોંધપાત્ર બનત. પણ આ તેમના સ્વભાવમાં જ નહિ. ‘સર્વ થાઉં અને સર્વ કરૂં’ એ ભાવ તેમને સર્વદા આવરી લે છે, અને તેથી તેમનામાં ક્યાંયે સ્થિરતા નથી જણાતી. સંસ્થાઓ ને મંડળો સ્થાપવાં, પોષવાં, ને વિકસાવવાં એ તેમને બહુ ગમે છે; ને તેથી શ્રી. મુનશી તેમને આવા કાર્ય માટે એક વખત ‘વરના બાપ’ કહીને બોલાવતા.

ઈ. સ. ૧૯૧૮માં દમના પ્રારંભ પછી યે ચંદ્રશંકરભાઈના શ્યામઘેરા થતા જીવનમાં પણ અનેક ઝળહળતાં તેજ-બિંદુઓ છે. છેલ્લા દાયકામાં જનતાએ તેમને અમુક ભાવથી જ નિરખ્યા છે ને ઓળખ્યા છે, અને તેમની ઊજળી બાજુથી તે અપરિચિત રહી છે. તેથી જ આ તેજ–બિંદુઓની સવિશેષ આવશ્યકતા ઊભી થાય છે. તેમનામાં હૃદયની ઉદારતા સાથે વિચારની વિશાળતા છે, નાગરની સમયજ્ઞતા સાથે નાગરિકની સંસ્કારિતા છે, વતનવ્હાલ સાથે વિશ્વગ્રાહી દર્શન છે, અને અન્યના માનીતા થવાની અને તેને પોતાનો કરી લેવા કે પ્રસન્ન રાખવા જેટલો તેમનામાં સદ્ભાવ ને સ્નેહ છે. પણ આજે તેમના આ બધા લાક્ષણિક ગુણો અણ–પ્રીછ્યા રહી સંયોગબળે અન્યથા ભાસે છે. દમ પહેલાં અને પછીયે જ્યારે જ્યારે તેઓ સ્વસ્થ