આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિંદુ ધર્મ : ૧૦૩
 

હિંદુસ્તાન બન્યો ત્યારે આર્યોનો મોટો ભાગ માત્ર વનસ્પતિ આહારી નહોતો. આજ પણ હિંદુઓનો મોટોભાગ વનસ્પતિઆહારી નથી. બીજી બાજુએ માંસાહાર એ જ સાચી તાકાત આપનારો આહાર છે એવો ભ્રમ સેવનાર સહુ કોઇએ એક પ્રશ્ન પોતાને પૂછવાનો છે: માંસાહારી જર્મનો અને જપાનીએ આ યુદ્ધમાં હાર્યા શા માટે ? માંસાહારમાં અભિમાન લેતું મુસ્લિમ જગત આજ ઝાંખું, નિર્માલ્ય અને અસ્તાચલ તરફ ધસતું કેમ લાગે છે? ઇજીપ્ત, સીરિયા, અરબસ્તાન, ઈરાન, અફઘાનીસ્તાન વગેરે પાતાને સ્વતંત્ર માનતા દેશો અત્યારે કોનું વર્ચસ્વ અનુભવે છે એ ખુલ્લું કરવાની અહીં જરૂર છે ખરી ? માંસાહાર તાકાત આપતો હોત તો મરાઠાઓનું રાજ્ય શાશ્વત રહ્યું ન હોત ?

એ સત્ય છે કે આર્ય સંસ્કૃતિએ આચાર અંગે, ન્યાતજાતના વાડા અંગે, પરદેશગમનની મનાઈના સ્વરૂપમાં, અન્યધર્મીઓ સામે હિંદુત્વના દરવાજા બંધ કરવામાં અને સ્પર્શાસ્પર્શની ઉચ્ચ ભાવનામાં એક ભયંકર સંકોચ અનુભવ્યો છે. એ બધું બન્યું લગભગ ઈસ્લામ આક્રમણ પછી–જો કે એનાં બીજ એથીયે જૂનાં છે. આપણે સહજ અભ્યાસ કરીશું તો આપણને દેખાશે કે એની પાછળ સ્વરક્ષણની એક અતિ ઉગ્ર ભાવના રહેલી છે. ડંકર્ક થી ભાગેલા બ્રિટિશરોએ બ્રિટિશ ટાપુઓમાં ભરાઈ પેાતાની તાકાત વધારી. જે સૈન્ય મેદાનમાં લડતાં લુપ્ત થઈ જાય તે કિલ્લાનો આશ્રય લેતાં સજીવ અને સબળ બની રહે છે. પીછેહઠ એ સદા પરાજય નથી—જો કે એ જ્વલંત વિજય પણ નથી. એમાં સ્વરક્ષણનો સિદ્ધાંત રહેલો છે. આર્ય સંસ્કાર સંકુચિત બન્યા એની ના કહેવી એ અસત્ય છે. પરંતુ વર્તમાન યુદ્ધ અને યુદ્ધનાં નિયંત્રણને અનુભવી રહેનાર સહુ કોઈ સંકોચ, પીછેહઠ અને પ્રતિબંધને સ્વરક્ષણના સ્વરૂપમાં જુએ તો તેમને આર્ય સંસ્કારના સંકોચનું સ્વરૂપ વધારે સારુ સમજાશે. કિલ્લાની દીવાલો પાછળ રક્ષણ મેળવી યુદ્ધ શક્તિ સાચવવા માગતું કોઈ સૈન્ય દુશ્મનના મારથી બચવા પોતાનાં સમગ્ર અંગ પોતાની પીઠ અંદર સંકોચી લેતા કાચબાનું ઉદાહરણ આર્ય સંસ્કારના સંકોચનો