આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઇસ્લામ : ૧૧૭
 

સ્કૃતિના મૂળમાં વિષ રેડ્યે જ જાય છે. ઈસ્લામે તેરસો વર્ષ થી દારૂની મહાબદીને પરખી છે, વગેાવી છે, રોકી છે. જેટલી સ્પષ્ટતાથી, જેટલા બળથી, જેટલા આગ્રહથી ઇસ્લામે દારૂ નિષેધ કર્યા છે એવો વિરોધ બીજા કોઇપણુ ધર્મે કર્યો નથી એમ બીનઇસ્લામીએએ પણ સ્વીકારવું જ પડે.

અને કુટુંબની મિલક્તમાં વિધવાને, દીકરીને ભાગ આપી ઈસ્લામે સ્રીજાતની તરફ જે રહમ બતાવી છે તેવી રહમ બતાવવા હજી દુનિયાની સંસ્કૃતિ ડગ ભરવાની શરુઆત કરે છે.

ધર્મ એ ટૂંકી પ્રાન્તીયતા, ટૂંકી રાષ્ટ્રીયતા, સાંકડી પ્રજા ભાવનાને વિશાળતા અર્પી સમગ્ર માનવીને એક બનાવવાનેા મહાઆધ્યાત્મિક પ્રયોગ છે. હિન્દુ ધર્મમાં કાળો મદ્રાસી પણ ખરો અને ગોરો કાશ્મીરી પણ ખરો. બૌદ્ધ ધર્મમાં બર્મા પણ ખરો, ચીનો પણ ખરો, અને એના દુશ્મન બનેલો જપાની પણ ખરો. ખ્રિસ્તી ધર્મમાં અમેરિકાનો કરોડપતિ કાર્નેગી પણ ખરો અને હબસી દેશના ખ્રિસ્તી રાજા ઇમેન્યુઅલને છત્રી ઓઢાડતો તેનો ખાસદાર પણ ખરો. ઇસ્લામમાં ગુજરાતી બોલતેા મેમણ કે ખોજો પણ ખરેા અને એની ભાષા સમજી ન શકનાર તુર્ક મીસરી પણ ખરો.

પ્રત્યેક ધર્મે માનવજાતને ધટિત આચારવિચાર અને સંસ્કાર આપવા પ્રયત્ન કર્યો છે; પ્રત્યેક ધર્મે જન્મ અને મરણ જેવા મહાપ્રસંગેાની સમસ્યા ઉકેલવા મથન કર્યુ છે; પ્રત્યેક ધર્મે કુદરત અને એ કુદતને પ્રેરનાર મહાસત્તાને ઓળખવા-ઓળખાવવા મન, બુદ્ધિ, કલ્પના અને અનુભવને સુગમ પડે એવી ઢબે આંગળી ચીધી છે.

એ પણ સાચું કે સમગ્ર માનવજાતે ધર્મ તરીકે એક મહાધર્મનો અંગીકાર હજી કર્યો નથી. જ્યાં જ્યાં અંગીકાર કર્યો છે ત્યાં ત્યાં સ્થાનિક રંગો પણ ભેળવ્યા છે અને તે એવી ઢબે કે એક સ્થળનો એ જ ધર્મ બીજા સ્થળના એ જ ધર્મને ઓળખી શકે નહિં? હબસી ખ્રિસ્તીઓ બાઇબલના કેવા વિચિત્ર અર્થ કરે છે એની અનેક મશ્કરીઓ પ્રચલિત છે; અને હિન્દમાં આવીને ખ્રિસ્તી ધર્મે પણ ખ્રિસ્તી બ્રાહ્મણુ-અબ્રાહ્મણ સર્જ્યાં છે!